મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજી: ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં સરકારની દારૂ પાબંદીની  પોકળ વાતો વચ્ચે ખુલ્લેઆમ દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. અરવલ્લી જીલ્લાના માર્ગો પરથી અવનવા પ્રકારે વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવે છે જીલ્લા પોલીસવડા સંજય ખરાતે બુટલેગરો સામે લાલ આંખ કરતા જીલ્લા પોલીસતંત્રને જીલ્લામાં પ્રોહિબિશનની કામગીરી માટે શખ્ત આદેશ આપતા હાલ પોલીસની કામગીરી જોઈને બુટલેગરો પણ સચેત બન્યા છે.શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીકથી રાજસ્થાન તરફથી પીકઅપ ડાલામાં ફુલાવરની આડમાં ઘુસાડાતો ૧.૧૮ લાખનો દારૂ ઝડપી પાડી દારુની ખેપ નિષ્ફળ બનાવી હતી પોલીસ નાકાબંધી જોઈ ફરાર પીકઅપ ડાલાના ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી ચક્રો ગતિમાંન કર્યા હતા.


 

 

 

 

 

સોમવારે સવારે શામળાજી પીએસઆઇ અનંત દેસાઈ અને તેમની ટીમે અણસોલ ગામની સીમમાં વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા રતનપુર ચેકપોસ્ટ બાજુથી પીકઅપ ડાલામાં શાકભાજીની આડમાં વિદેશી દારૂ ભરી આવી રહેલ પીકઅપ ડાલાનો ચાલક પોલીસ ચેકીંગ જોઈ ગભરાઈ જતા રોડ પર પીકઅપ ડાલું મૂકી રોડની બાજુમાં રહેલા જંગલમાં ફરાર થઇ જતા પોલીસે બિનવારસી પીકઅપ ડાલાની તલાસી લેતા ફુલાવરની પ્લાસ્ટીક થેલીઓની  આડમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-૩૯૬  કીં.રૂ.૧૧૮૮૦૦/- નો જથ્થો જપ્ત કરી પીકઅપ ડાલાની કીં.રૂ.૪ લાખ મળી કુલ.રૂ.૫૧૮૮૦૦/- લાખનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા પીકઅપ ડાલાના  ચાલક વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી ફરાર ચાલકને  ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં.