મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ નાગરિક્તા સંશોધન બિલને લઈને આસામ અને પૂર્વોત્તર રાજ્યોમાં જોરદાર બબાલ ચાલી રહીછે. રાજ્યસભાથી આ બિલ પાસ થઈ ચુક્યું છે, પરંતુ પ્રદર્શનનો તો હજુ ચાલુ જ છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પર આસામના લોકોને શાંતિ જાળવી રાખવાી અપીલ કરી છે અને નાગરિક્તા બિલથી કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં પહોંચે. તેવું આશ્વાસન આપ્યું છે.

પીએમ મોદીએ આસામના હિતોની રક્ષાની વાત કરતાં સોશ્યલ મીડિયા પર લખ્યું કે, હું આસામના પોતાના ભાઈ બહેનોને અપીલ કરું છું કે કૈબ (નાગરિક્તા સંશોધન બિલ)થી કોઈને પણ ચિંતા કરવાની જરૂર નથી. હું આપ તમામ લોકોને આશ્વસ્થ કરવા માગું છું કે કોઈ પણ આપના અધિકારો, વિશેષ ઓળખ અને સુંદર સંસ્કૃતિને આપથી છીનવી નહીં શકે. આ બધું પહેલાની જેમ ગતિમાન રહેશે અને વિકાસ થતો રહેશે.

મોદીએ આ સાથે જ પૂર્વોત્તરના નાગરિકોને અપીલ કરતાં કહ્યું કે કેન્દ્ર સરકાર તેમના હિતોની સાથે હંમેશા ઊભી છે. પીએમએ એક વધુ પોસ્ટ મુકી લખ્યું કે, કેન્દ્ર સરકાર અને હું આપના સંવૈધાનિક, રાજનૈતિક, ભાષાઈ, સાંસ્કૃતિક અને આસામ ભૂમિના નાગરિકોના ક્લોઝ 6 અંતર્ગત તમામ અધિકારોને સંરક્ષિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

નાગરિક્તા સંશોધન બિલને લઈને જોરદાર વિરોધ પ્રદર્શનો વચ્ચે કાયદા વ્યવસ્થા લથડી રહી છે. જેને સંભાળવા માટે આસામના ગુવાહાટીમાં કર્ફ્યૂનો કાળ અનિશ્ચિતકાળ સુધી વધારી દેવાયો છે. સ્થિતિ પર નિયંત્રણ માટે અહીં સેનાની બે ટુકડીઓ તૈનાત કરાઈ છે. આસામના 10 જિલ્લાઓમાં મોબાઈલ ઈંટરનેટ સુવિધા ઠપ્પ કરી દેવામાં આવી છે.