મેરાન્યૂઝ નેટવર્ક.લખનઉઃ ઉત્તરપ્રદેશમાં એક મહિલા ટીચરના 25 સ્થાનો પર 'ભણાવવા'ને અને 13 મહિના સુધી એક કરોડ રૂપિયા કમાવવાના મામલામાં ઉત્તર પ્રદેશ સરકારે સફાઈ આપી છે. સરકારે શુક્રવારે કહ્યું કે, હજુ સુધી કાંઈ કન્ફર્મ નથી થયું. આપને જણાવી દઈએ કે કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV)ના એક મહિલા ટીચરના 25 જગ્યાઓ પર નિયુક્તિ હોવાના અને સેલેરી ઉઠાવવાનો મામલો સામે આવ્યો છે.

શાળા શિક્ષણ મહાનિદેશક વિજય આનંદએ કહ્યું કે, મીડિયામાં આવેલી રિપોર્ટ્સ પછી બેઝિક શિક્ષાના અતિરિક્ત નિદેશકએ મામલાની તપાસના આદેશ આપી દીધા છે. હજુ સુધી કાંઈ પણ કન્ફર્મ નથી થયું. એક ટીચરનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તે હવે ફરાર છે. એવું કહેવાઈ રહ્યું છે કે એક કરોડના પગારની ચુકવણી થઈ હતી. આ સત્ન નથી. હજુ સુધી આવી કોઈ વાતની પૃષ્ટી નથી થઈ.

તેમણે કહ્યું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જો આરોપ સાચા મળશે તો એફઆઈઆર ફાઈલ કરવામાં આવશે. ટીચરના બેન્ક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર નથી થયા. ડિવીઝનલ અધિકારી આ મામલાની તપાસ કરી રહ્યા છે. જો કોઈ ટીચરના બીજી શાળાઓમાં નકલી કાગળો સાથે કામ કરવાની જાણકારી મળશે તો સખ્ત કાર્યવાહી થશે.

ઉલ્લેખનીય છે કે મૈનપુરીની નિવાસી અનામિકા શુક્લા નામની એક ટીચરનું પોસ્ટિંગ પ્રયાગરાજ, આંબેડકરનગર, અલીગઢ, સહરાનપુર, બાગપત સહિત અન્ય જિલ્લાઓના કેજીબીવી સ્કૂલ્સમાં હોવાની બાબત સામે આવી છે. આ શાળાઓમાં ટીચર્સની નિયુક્તી કોન્ટ્રાક્ટ બેઝ પર થાય છે અને દરેક મહિને ત્રીસ હજાર રુપિયા પગાર હોય છે. 13 મહિના સુધી ટીચર પર કથિત રીતે એક કરોડ રૂપિયા કમાવાનો આરોપ લાગ્યો છે.

ટીચર્સના ડેટાબેઝ તૈયાર થઈ રહ્યા હતા ત્યારે આ ગડબડી સામે આવી હતી. યૂપીના પ્રાઈમરી શાળામાં ટીચર્સના અટેંડન્સની રિયલ ટાઈમ મોનિટરિંગ હોવા છતાં અનામિકા શુક્લા નામની આ ટીચર આવી કરવામાં સફળ રહી તે ચોંકાવનારી બાબત છે. મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.