મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ તમિલનાડુની એઆઈડીએમકે સરકારે રાજધાની ચેન્નાઈ અને મમલ્લાપુરમ (મહાબલીપુરમ)ને સુંદર રીતે સજાવી દીધું છે. ઠેરઠેર પોલીસ તૈનાત છે. સરકારી તંત્ર પણ ખડે પગે કામ કરી રહ્યું છે. તેનું કારણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ વચ્ચેની બીજી અનૌપચારિક શિખર બેઠક છે. ખાસ વાત એ છે કે વેન્યૂ માટે મમલ્લાપુરમનું નામ ચીને સુચવ્યું હતું. જેના પર ભારત તરુંત સહેમત થયું હતું. મમલ્લાપુરમથી ચીનનો ઈતિહાસ લિંક છે જ પણ રાજનૈતિક કારણોસર પણ આ પીએમ મોદી માદે પરફેક્ટ છે.

એક વેબસાઈટ નવભારત ટાઈમ્સના અહેવાલ મુજબ સુત્રો કહેવું છે કે 2 મહિના પહેલા જ્યારે મોદી અને જીનપિંગ શિખર બેઠકના વેન્યૂ માટે ચીનમાં ચર્ચા થઈ હતી તો ભારતમાં ચીનના પૂર્વ રાજદૂત અને હાલના નાયબ વિદેશ મંત્રી લુ ઝાઓહુઈએ મમલ્લાપુરમને નક્કી કર્યું હતું. તેમણે ચીન સાથે આ પ્રાચીન નગરના ઈતિહાસના સંબંધો અંગે જાણકારી હતી. તે બેઠકમાં ઝાઓહુઈના ઉપરાંત ભારતમાં ચીનના હાલના રાજદૂત સુન વેઈડોંગ પણ શામેલ થયા હતા. સુત્રોનું કહેવું છે કે જ્યારે ચીને બીજી અનૌપ્ચારીક શિખર બેઠક ના વેન્યૂ માટે પોતાની પસંદ મુકી તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તુરંત માની ગયા અને હામી ભરી દીધી હતી. પ્રધાનમંત્રી અહીં આવવાના હોઈ ભાજપમાં ખુશીનો માહોલ તો છે જ સાથે જ અહીં જ્યારે વિપક્ષનો મોદી ગો બેકનો નારો ચાલી રહ્યો છે ત્યારે તેમણે નરેન્દ્ર મોદીને ગેમ ચેન્જર ગણાવી વેલ્કમ મોદી નારો ચલાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે ભારત અને ચીન વચ્ચેના સંબંધોની વધુ એક ઉદાહરણરૂપ મુલાકાત અહીં થવાની છે.