મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વિશ્વના સૌથી રહસ્યમય દેશોમાંના એક ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન હાલના દિવસોમાં જીવન અને મૃત્યુની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ઉત્તર કોરિયાની જેમ જ તેમનું અંગત જીવન પણ ઓછું રહસ્યમય નથી. કિમ જોંગના જીવન સાથે જોડાયેલા ઘણા પાસાં છે કે જેમાંથી દુનિયા કાં તો અજાણ છે અથવા બહુ ઓછી જાણીતી છે. કિમ જોંગ ઉનની પત્ની અને તેના ત્રણ બાળકો, પરંતુ તેમણે તેમના પરિવારને દુનિયાની નજરથી દૂર રાખ્યો છે.

એવું કહેવાય છે કે, કિમ જોંગ ઉનની પત્નીનું નામ રી સોલ જૂ છે. 2012 માં, ઉત્તર કોરિયાના મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે સરમુખત્યાર કિમ જોંગ ઉનએ લગ્ન કર્યાં હતાં. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, 2008 માં તેમના પિતા હાર્ટ એટેકનો ભોગ બન્યા બાદ કિમ જોંગ ઉનની ઉતાવળ કરીને 2009 માં લગ્ન કરાવી દેવાયા હતા. 2010 માં, કિમ જોંગ દંપતીએ તેમના પ્રથમ સંતાનને જન્મ આપ્યો હતો. સરમુખત્યાર કિમના ત્રણ બાળકો છે પરંતુ તેમના વિશે બહુ ઓછા જાણીતા છે.

કિમ જોંગના પરિવાર વિશેની સૌથી વિશ્વસનીય માહિતી દક્ષિણ કોરિયાના ગુપ્તચર અધિકારીઓ પાસે છે. આટલું જ નહીં, દક્ષિણ કોરિયાના ધારાસભ્યોએ પણ તેમના સ્ત્રોતોથી પુષ્ટિ કરી છે કે કિમ જોંગ ઉનને ત્રણ બાળકો છે. યુએસના ભૂતપૂર્વ બાસ્કેટબોલ ખેલાડી ડેનિસ રોડમેને ઉત્તર કોરિયાની યાત્રા પછી 2013 માં દાવો કર્યો હતો કે તેણે કિમ જોંગ ઉનની પુત્રીને ખોળામાં લીધી હતી.

વિશ્લેષકોનું માનવું છે કે, કિમ જોંગ ઉનની તબિયત ખરાબ હોવાને કારણે તેની નાની બહેન કિમ યો જોંગ તેના ભત્રીજાને શાસક જાહેર કરીને પડદા પાછળથી સત્તા લઈ શકે છે. કિમનો પુત્ર માત્ર 10 વર્ષનો છે. આવી સ્થિતિમાં કિમ યો જોંગની ભૂમિકા ખૂબ મહત્વની બની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કિમ જોંગ ઉનની રક્તવાહિનીની સમસ્યાને કારણે સારવાર ચાલી રહી હતી. અમેરિકન ટીવી ચેનલ સીએનએનના એક અહેવાલ મુજબ, કિમ જોંગની સર્જરી કરાઈ હતી પરંતુ આ પછી તેની હાલત વધુ કથળી છે.