મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઇ: ચાહકોની ધડકનો વધારનાર નોરા ફતેહી બોલીવુડની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓની યાદીમાં ગણાય છે. નોરાની લોકપ્રિયતા કોઈ મોટા સ્ટારથી ઓછી નથી. નોરાનો જન્મ કેનેડાના ક્વિબેક સિટીમાં થયો હતો, પરંતુ તે દિલથી ભારતીય છે. ભારતમાં તેના ડાન્સના લાખો નહીં કરોડો ચાહકો છે, .નોરા એટલી લોકપ્રિય છે કે તેના નવા અને જુના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવે છે. સોશિયલ મીડિયા પર નોરા ફતેહીનો એક ડાન્સ વીડિયો પસંદ કરવામાં આવી રહ્યો છે, જેમાં તે મલાઈકા અરોરા સાથે ડાન્સ કરી રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ વીડિયોમાં નોરાનો ગજબ ડાન્સ અને મલાઈકા અરોરાના શાનદાર ડાન્સિંગ સ્ટેપ્સ ચાહકોને દિવાના કરી રહ્યા છે. ખરેખર, બંનેનો આ ડાન્સ વીડિયો સોની ટીવીના શો 'ઈન્ડિયા બેસ્ટ ડાન્સર' નો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે બંને અભિનેત્રીઓ સ્ટેજ પર ધમાકેદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. શોમાં મલાઈકા અને નોરાનું પરફોર્મન્સ ચાલી રહ્યું છે તે જોવા લાયક છે. બંને પોપ્યુલર ગીત 'હાય ગરમી' પર જોરદાર ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચાહકો આ વિડિઓ પર કોમેન્ટ કરતા થાકતા નથી .

Advertisement


 

 

 

 

 

નોરા ફતેહીના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે અજય દેવગન અને સોનાક્ષી સિંહાની ફિલ્મ 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'માં જોવા મળશે. નોરા ફતેહીએ પોતાની શૈલીથી લોકોના દિલ જીતવા માટે કોઈ કસર છોડી નથી. મલાઇકા વિશે વાત કરવામાં આવે તો તે ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર હોય, પરંતુ તે ઘણા રિયાલિટી શોનો જજ કરતી જોવા મળે છે.
 

Advertisement