મેરાન્યૂઝ નેટવર્ક.ન્યૂયોર્ક :  2021 માટે કેમેસ્ટ્રીના નોબેલ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે આ સન્માન જર્મનીના બેન્જામિન લિસ્ટ અને અમેરિકાના ડેવિડ મેકમિલાનને આપવામાં આવ્યું છે. બંનેને આ પુરસ્કાર અસીમેટ્રીક ઓર્ગેનોકેટાલિસિસના ક્ષેત્રમાં સંશોધન માટે આપવામાં આવ્યો છે.

આ પહેલા મંગળવારે, રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સએ  ભૌતિકવિજ્ઞાન માટે 2021 નો નોબેલ પુરસ્કાર સુકુરો મનાબે, ક્લાસ હાસેલમેન અને જ્યોર્જિયો પારિસીને  આપવાની જાહેરાત કરી હતી. જટિલ ભૌતિક પ્રણાલીઓની સમજણમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે તેમને નોબેલ પુરસ્કાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.