મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વર્ષ 2022માં આવનારી વિધાનસભા ચૂંટણીમાં રેત હાથથી લપસતી જોવા મળતાં ભાજપે મુખ્યમંત્રી સહિત તમામ મંત્રી મંડળમાં નો રિપિટ થીયરી અપનાવવામાં આવી છે. રુપાણી હટ્યા, પ્રદીપસિંહ જાડેજા અને નીતિન પટેલ પણ હટ્યા. મંત્રી મંડળની પસંદગીમાં ઘણા ફેરફારો થયા જેમાં ભાજપ હાઈકમાન્ડ સામે કોઈની એક ન ચાલી. જોકે બીજી બાજુ આવી જ નો રિપિટ થિયરી જો આગામી ચૂંટણી દરમિયાન અપનાવાય તો શું. આવો ડર કેટલાક નેતાઓમાં છૂપો જોવા મળ્યો છે. વડાપ્રધાન મોદીના 71મા જન્મદિવસની ઉજવણી વખતે વાઘોડિયાના વિવાદિત ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વધુ એક સ્ફોટક નિવેદન સામે આવ્યું હતું.

છેલ્લી છ ટર્મથી વાઘોડિયા વિધાનસભા પર તેમનો દબદબો છે, મધુ શ્રીવાસ્તવ ભલે બેફામ નિવેદનોથી જાણીતા છે પરંતુ સામે અહીંની બેઠક પર તેમની પક્કડ પણ ઘણી મજબૂત છે. નો રિપિટ થીયરી અંગે તેમણે આવો જાણીએ શું કહ્યું. જુઓ વીડિયો.....