મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ આર્ટિકલ 370ને ખત્મ કરવાથી પાકિસ્તાન જે બોખલાયું છે જે બોખલાયું છે તે બોખલાહટમાં તે કયો નિર્ણય કરવો કે જેથી પોતાનું સારું થાય તે પણ વિચાર્યા વગર નિર્ણયો કરી રહ્યું છે. કદાચ પાકિસ્તાન એમ વિચારતું હશે કે તેનાથી ભારતના પગે રેલો આવશે પરંતુ તેવું કોઈ ઝાઝું નુકસાન ભારતને થવાનું નથી ઉલ્ટાનું પાકિસ્તાનને જ ભારે પડે તેમ છે. પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાનના સહયોગી ડો. ફિરદૌર આશિક એવાનએ કહ્યું કે હવે પાકિસ્તાનમાં બોલિવુડની ફિલ્મો નહીં દર્શાવવામાં આવે.

આ ઉપરાંત પાકિસ્તાને ભારત સાથે પોતાના વેપારિક સંબંધો અને કૂટનૈતિક સંબંધોને પણ ઘટાડી દીધા છે. અહીં સુધી કે બંને દેશો વચ્ચે ચાલતી સમજૌતા એક્સપ્રેસની સેવાઓને પણ રોકી લેવામાં આવી છે. પડોસી દેશએ ટ્રેનને વાઘા બોર્ડર પર જ રોકી દીધી હતી. ગાર્ડ ટ્રેનને સુરક્ષાના કારણોસર અટારી લાવવામાં અસામર્થ્ય દર્શાવે છે. ઉત્તરી રેલવેએ તેમને ખાતરી આપી છે કે સુરક્ષાને લઈને કોઈ ભય નથી. જો તે સમજશે તો ટ્રેન અટારી સુધી લાવશે. જો નહીં તો ઈન્ડિયન ક્રુ ગાર્ડ તે તરફ આવશે અને ટ્રેનને લઈને પોતાની તરફ લઈ આવશે. તે દરમિયાન વાઘામાં મુસાફરો ફસાયેલા હતા. ટ્રેન બુધવાર રાત્રે જુની દિલ્હીના યાત્રીઓને લઈને ગઈ હતી.