મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના અને ડાયરેક્ટર આલોક વર્માના મામલામાં હાઇકોર્ટે હાલપૂરતી અસ્થાનાને રાહત આપી છે. જેમાં હાઇકોર્ટ ધ્વારા વધુ સુનાવણી ૨૯ ઓક્ટોબરે રાખવામાં આવી છે. કોર્ટે કહ્યું કે, ૨૯ ઓક્ટોબરે સીબીઆઈ ડાયરેક્ટર ધ્વારા રાકેશ અસ્થાના પર લગાવેલા આરોપ અંગે જવાબ આપવામાં આવશે. આ સાથે કોર્ટે અસ્થાનાની સોમવાર સુધી ધરપકડ નહિ કરવા જણાવી ત્યાં સુધી આરોપીના મોબાઇલ અને લેપટોપ સહીત બધા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જપ્ત કરવા કહ્યું છે.
 
આ પહેલા સીબીઆઈના વકીલે કોર્ટને કહ્યું કે, આરોપી સામે રિશ્વત લેવા સહીત ઘણાં ગંભીર આરોપો છે. જેમાં અપરાધિક ષડ્યંત્રની સાથે ભ્રષ્ટાચારનો મામલો પણ છે. જયારે રાકેશ અસ્થાનાના વકીલે કોર્ટને અસ્થાના સામે દાખલ કરાયેલી એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી. જો કે કોર્ટે અસ્થાનાની આ અરજી ફગાવી દીધી છે. જયારે ઘુસણખોરીના મામલામાં અસ્થાનાએ હાઈકોર્ટ ધ્વારા પોતાના વિરુદ્ધ કોઈ બળપૂર્વક કાર્યવાહી કરવામાં આવે નહિ તે માટે નિર્દેશ આપવા માંગ કરી છે.
      
સીબીઆઈ ધ્વારા લાંચ લેવા મામલે ડીએસપી દેવેન્દ્ર કુમારની ધરપકડ કરી ૧૦ દિવસના રિમાન્ડ માગ્યા છે. તેની સામે દેવેન્દ્ર કુમારના વકીલે દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટમાં જમીન અરજી દાખલ કરી છે. જો કે કોર્ટે દેવેન્દ્ર કુમારને સાત દિવસની સીબીઆઇ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.