મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દુનિયાભરમાં વધતા કોરોનાના કેસ સાથે સાથે એક દુર સ્થિત દ્વીપ પર જવાનું સપનું જોવું અજીબ થઈ શકે છે. જો કૈલાસા- તે દેશ જે ગુજરાતના ક્રિમિનલ કેસનો આરોપી અને સ્વયંભૂ ધર્મગુરુ નિત્યાનંદએ વર્ષ 2019માં સ્થાપિત કરવાનો દાવો કર્યો હતો. જો આપ ત્યાં જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક નિરાશાજનક સમચારા છે. એક નિવેદનમાં નિત્યાનંદએ જાહેરાત રી છે કે ભારતમાંથી આવતા ભક્તોને પોતાના દ્વીપમાં પ્રવેશ કરવાની પરવાનગી નહીં આપે. પોતાના જનાદેશમાં, નિત્યાનંદએ કહ્યું, કે આ ફક્ત ભારતીયો માટે જ નહીં પરંતુ બ્રાઝીલ, યુરોપીયન સંઘ અને મલેશિયાના યાત્રિકો માટે પણ છે. જેમના દ્વીપમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ નિર્ણય દુનિયાભરમાં વધતા કોરોનાના કેસને લઈને કરવામાં આવ્યો છે.


 

 

 

 

 

નિત્યાનંદ વર્ષ 2019થી ઈક્વાડોરના તટ પર સ્થિત દ્વીપમાં છૂપાયેલો છે. આ યૌન ઉત્પીડનનો આરોપી પણ છે અને કેસ થયો પછી ત્યાં ભાગી ગયો હતો. ત્યારથી નિત્યાનંદે સંયુક્ત રાષ્ટ્રને કૈલાસાને એક અલગ દેશ જાહેર કરવાની અપીલ કરી છે.

ગત દિવસોમાં, નિત્યાનંદે પોતાના હિંદુ સંપ્રભુ રાષ્ટ્ર અંગે એક વીડિયો અને ટ્વીટ્સ સાથે સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી લીધું હતું. પોતાના સ્વયંના કેબિનેટ અને પ્રધાનમંત્રી ઉપરાંત, દ્વીપના આસ પાસ એક સમર્પિત વેબસાઈટ છે. દ્વીપ અંગે વેબસાઈટ કહે છે કે, કૈલાસા દુનિયા ભરના હિંદુઓ દ્વારા ફેલાવાયેલા સીમાઓના અંતર્ગત એક રાષટ્ર છે, જેમણે પોતાના દેશમાં પ્રામાણિક્તાથી હિન્દુ ધર્મનો અભ્યાસ કરવાનો અધિકાર ગુમાવી દીધો છે.

ઓગસ્ટ 2020માં, નિત્યાનંદએ પોતાના સ્વયંની રિઝર્વ બેન્ક ઓફ કૈલાસા પણ લોન્ચ કરી. દ્વીપની ઓફિશ્યલ મુદ્રાને કૈલાશિયન ડોલર જાહેર કરાયા હતા. બળાત્કારનો આરોપી ખુદને કૈલાસાનો સુપ્રીમ પોંટિક કહે છે.