પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): નિત્યાનંદ બાબાના ધર્મના નામે કોઈ પણ ધંધો કરે અને નિત્યાનંદને આશ્રમના નામે ગુજરાતની જાણિતી કહેવાતી ડીપીએસ સ્કૂલમાં જગ્યા મળે અને બાબાના અન્યાયી વર્ગમાં ટોચના બુધ્ધીજીવામાં જેમની ગણના થાય છે તેવા ડીપીએસ સ્કૂલના સીઈઓ મંજુલા પુજા શ્રોફ, યુવા અનસ્ટોપેબલના અમિતાભ શાહ, ગુજરાતના મંત્રીઓ અને આઈએએસ અધિકારીઓ પણ સામેલ હોય જેના કારણે ઈશ્વર અને તંત્રનો ખૌફ ભુલેલા નિત્યાનંદ બાબા  અને તેમના આશ્રમ સંચાલકો બેફામ બન્યા હતા, થોડા વર્ષો પહેલા આસારામની પણ આવી સ્થિતિ હતી. આસારામના આશ્રમમાં પણ મંત્રીઓ અને અધિકારીઓ કતારમાં ઊભા રહેતા હતા. જો કે આ પ્રકરણ બહાર આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી એક એક ડગલુ  સાવચેતીપૂર્વક મુકી રહ્યા છે.  આ પ્રકરણમાં શિક્ષણ વિભાગ અને તેના અધિકારીઓની ભુલના છાંટા ભાજપ સરકાર ઉપર પડે નહીં તેની પુરતી તકેદારી રાખી રહ્યા છે. એટલે તેમણે નિત્યાનંદ બાબા સાથે સંકળાયેલી આઈએએસ અધિકારી કોણ છે અને તેમની ભૂમિકા કેવા પ્રકારની હતી તેની તપાસ કરવા  મુખ્ય સચિવની કચેરીને આદેશ આપ્યો છે.

ગુજરાતમાં નિત્યાનંદ બાબાને અમિતાભ શાહ લઈ આવ્યા અને મંજુલા શ્રોફે તેમને આશ્રય આપ્યો પણ ત્યાર બાદ બાબાએ પોતાની લીલાના શિકાર અનેક લોકોને બનાવ્યા ગુજરાતના અનેક શ્રીમંતો અને સનદી અધિકારીઓ તેમના ભકત બન્યા હતા આ ઉપરાંત ગુજરાતના ટોચના નેતાઓના સંતાન પણ બાબાની માયામાં આવી ગયા હતા, ગુજરાતના એક પુર્વ મુખ્યમંત્રીની દિકરીને આશ્રમની કન્યાઓ ગ્રુપ હિલીંગ આપવા આવતી હોવાની જાણકારી પોલીસની તપાસમાં બહાર આવી છે કે જો કે ગ્રુપ હિલીંગ લેનાર તો ખરેખર બાબાનો ગોરખધંધાનો ભોગ બન્યા છે જેના કારણે પોલીસે હિલીંગનો લાભ લેનારને પરેશાન નહીં કરવાનો નિર્ણય કર્યો છે કારણ બીજા શબ્દોમાં તો તેઓ ભોગ બનનાર છે પરંતુ પોલીસની તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે શ્રીમંતો અને વગદાર સુધી જવામાં બાબાના મધ્યસ્થી મંજુુલા શ્રોફ અને અમિતાભ હતા હવે આ પુર્વ મુખ્યમંત્રીની દિકરી કોના કારણે આવી તે તપાસનો વિષય છે.

પરંતુ આ મામલે પોતાની જ સરકારના મંત્રીઓ અને સનદી અધિકારી સંકળાયેલા છે તેવી વાત જાહેર થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ્સા નારાજ થયા હોવાની જાણકારી મળી છે. જો કે એક મહિના પહેલા મંજુલા શ્રોફ દ્વારા એક મહિના પહેલા મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કરી મુખ્યમંત્રીનો સમય પણ માંગવામાં આવ્યો હતો જો કે તેમના વચ્ચે મુલાકાત થાય તે પહેલા બાબાનું પ્રાગટય થઈ ગયુ એટલે વિજય રૂપાણી બચી ગયા છે નહીતર મંજુુલા શ્રોફ વિજય રૂપાણીને પણ  ગ્રુપ હિલીંગમાં આવી જતા, પણ હવે આ મામલે સરકારે દુર રહેવુ જોઈએ અને કાયદો કાયદાનું કામ કરે તેવો મત ધરાવતા વિજય રૂપાણીએ આ મામલે મુખ્ય સચિવની કચેરીને તપાસ કરવાનો આદેશ આપ્યો છે કે સરકારમાંથી કોણ બાબા સાથે સંકળાયેલુ છે.