મેરાન્યૂઝ નેટવર્ક.પટણાઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં હમણા ઘણા સમયથી વિવિધ ટર્નિંગ પોઈન્ટ્સ આવી રહ્યા છે. હવે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કેન્દ્રને આ કેસમાં સીબીઆઈ તપાસ થાય તેવી માગ કરવાના છે. નીતિશ કુમારે આ કેસમાં સીબીઆઈ તપાસની માગ કેમ કરી તેની પાછળનું કારણ શું છે આવો જાણીએ.

નીતિશ કુમારે એક ટીવી ચેનલ સાથે વાત કરતી વખતે કહ્યું કે, આજે મારી વાત સુશાંત સિંહ રાજપૂતના પિતા સાથે થઈ હતી. તેમણે સીબીઆઈ તપાસની માગ કરી છે. તેમની માગના આધારે બિહાર સરકાર, સીબીઆઈ તપાસની વિનંતી કરશે. આજે સાંજ સુધી તમામ કાગળની કાર્યવાહી કરવામાં આવશે. પિતાના કહ્યા પછી જ સીબીઆઈની તપાસની માગ કરી શકીએ છીએ. આજે જ સીબીઆઈ તપાસની રજૂઆત કેન્દ્રને મોકલી દઈશું. 

આગળ નીતીશ કુમારે કહ્યું કે, અમારી પાસે ચારે તરફથી લોકોના પ્રસ્તાવ આવી રહ્યા હતા સીબીઆઈ તપાસ માટેના, જો સીબીઆઈ તપાસ કરશે તો તેની સીમાઓ વધશે સાથે જ જો અમે લોકો ખુને કહીએ તો ખબર નથી તેની શું અસર પડે છે. પણ જો સુશાંતના પિતા ચાહે તો અમે જરૂર ભલામણ કરીશું, અને આજે જ સુશાંતના પિતાએ અમને વાત કરી છે. હવે અમે સીબીઆઈ તપાસની ભલામણ કરશું.

સુશાંતના વકીલ વિકાસ સિંહએ પોતાના નિવેદનમાં કહ્યું હતું, મુંબઈ પોલીસ તપાસમાં આડખીલી ઊભી કરી રહી છે. પહેલી વાર એવું થયું છે કે તપાસ અધિકારીઓને કામ નથી કરવા દેવામાં આવી રહ્યું. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને વિનંતી કરી છે કે તે આ મામલાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની ભલામણ કરે. સુશાંતના પિતા સાથે વાતચિત બાદ નીતીશ કુમારએ સીબીઆઈ તપાસની ભલામણ કરી છે.