મેરાન્યૂઝ નેટવર્ક.જહાનાબાદ: વિશ્વના નેતા અને અભિનેતા એવા બે પાત્રો છે જેમના ચાહકો કંઈક એવું કરે છે કે જેની કલ્પના પણ ન કરી શકાય. બિહારમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, નીતીશ કુમાર ફરીથી મુખ્યમંત્રી બન્યા પછી, બિહારના જહાનાબાદમાં રહેતા અનિલ શર્મા નામના વ્યક્તિએ તેની ચોથી આંગળી કાપીને ભગવાનને અર્પણ કરી. આ પહેલા અનિલ તેની ત્રણ આંગળીઓ કાપી ચૂક્યો છે.

હવે જ્યારે નીતિશ કુમાર ચોથી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે અનિલે તેની ચોથી આંગળી કાપીને ગોરૈયા બાબાના મંદિરમાં અર્પણ કરી. અનિલ શર્મા આ એટલા માટે કરે છે કારણકે  નીતીશ કુમાર તેમના પ્રિય નેતા છે. આ ઘટના જહાનાબાદ જિલ્લાના ઘોસી પોલીસ સ્ટેશન વિસ્તારના વૈના ગામની છે. અનિલ શર્મા 45 વર્ષનો છે અને તે પહેલાં તેણે ત્રણ વખત આંગળીઓ કાપીને ભગવાનને અર્પણ કરી ચૂક્યો છે. 2005 માં તેની પહેલી આંગળી કાપીને ભગવાન ગોરૈયા બાબાને અર્પણ કરી, 2010 માં તેની બીજી આંગળી કાપીને ભગવાનને અર્પણ કરી, 2015 માં તેની ત્રીજી આંગળી કાપીને ભગવાનને અર્પણ કરી, 16 નવેમ્બર 2020ના રોજ નીતિશ કુમાર ફરીથી મુખ્યમંત્રી બન્યા બાદ અનિલએ ચોથી આંગળી કાપી હતી. અનિલ શર્મા ઉર્ફે અલી બાબાની આ દીવાનગી  નીતીશ કુમાર માટે ઘણા વર્ષોથી છે, જ્યારે પણ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે ફરીથી સત્તાની લગામ સાંભળે છે ત્યારે અનિલ શર્મા એક આંગળી કાપીને ગોરૈયા બાબાને અર્પણ કરે છે.

ગામમાં રહેતા બાકીના લોકો અનિલની આ ક્રિયાથી આશ્ચર્યચકિત છે. અનિલ કહે છે કે તેને આ કામ કરવામાં ખુશી મળે છે. આ વખતે તેમણે ભગવાન ગોરૈયાને નીતીશ કુમારના મુખ્ય પ્રધાન બનવાનું વ્રત રાખ્યું હતું, જે પૂર્ણ થયું. આ પછી, અનિલ શર્માએ પણ તેની ચોથી આંગળી કાપીને ભગવાનને અર્પણ કરી.