મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: વિજય રૂપાણી અને તેમના મંત્રીમંડળના રાજીનામા બાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે અનેક નામોની અટકોળ વચ્ચે ભુપેન્દ્ર પટેલની નવા CM તરીકે વરણી થતાં સૌ કોઇ આશ્ચર્યમાં છે. ત્યારે હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પદ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. આ દરમિયાન નીતિન પટેલે મહત્વનું નિવેદન જારી કરતા કહ્યું કે, આજ ના દિવસે બધાને જાતજાતના પ્રશ્ન થઈ રહ્યા હતા. જોકે  નવા મુખ્યમંત્રી માટે મેં પોતે દરખાસ્ત મૂકી હતી. નવા મુખ્યમંત્રી આપણા જ છે અને આપણા સાથી જ છે. આજે પણ અઠવાડિયામાં પાંચ વખત ભુપેન્દ્ર ભાઈ મારી ઓફિસે આવે છે. 

Advertisement


 

 

 

 

 

નીતિન પટેલે જણાવ્યું હતું કે આજે વહેલી સવારથી ટીવીમાં મારુ એકલાનું નહીં પણ ભલભલાના નામ ચાલતા હતા. એવું ન સમજતા કે હું એકલો રહી ગયો. હું અસ્સલ મહેસાણાનો છું, હું કોઈ લાભ લાલચથી ખેંચતો નથી. પક્ષ જે કામ સોંપેએ કરવાની મારી જવાબદારી છે. ભલભલા જતા રહેશે, હું જ્યાં સુધી જનતાના મગજમાં છુ કોઈ મને કાઢી નથી શકવાનું. હું ભૂતકાળમાં વિરોધ  પક્ષમાં રહેલો છું આજે મારુ જે સ્થાન છે એ કડી અને મહેસાણા તેમજ ભાજપને આભારી છે. આ સરકાર એવી નથી કે બોલીને ફરી જાય. મને પક્ષમાં ઘણી તકલીફ પડી છે. ભૂતકાળમાં મેં બહુ સહન કર્યું છે. કમસેકમ નીતિન પટેલ બોલીને ફરી જાય એમ નથી.