મેરાન્યૂઝ નેટવર્ક, કડી: મુખ્યમંત્રી રૂપાણી સહિત સમગ્ર મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવતા નાયબ મુખ્યમંત્રી પદેથી નીતિન પટેલનો પણ પદભાર લઇ લેવામાં આવ્યો હતો. જ્યાર બાદ નીતિન પટેલ વતન પરત ફર્યા છે જ્યા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. નીતિન પટેલનું ગઇકાલે કડી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જનમેદની અને સમર્થકો ઉમટી પડ્યા હતાં. જ્યાં નીતિન પટેલે કહ્યું હતું કે, તમારો છું, તમારી વચ્ચે રહેવાનો છું અને આખી જિંદગી તમારા માટે સમર્પિત કરી છે.

Advertisement


 

 

 

 

 

ઋણ સ્વિકાર સમારંભમાં નીતિન પટેલે કહ્યું હતું કે, તમારો છું અને તમારા માટે છું. જિંદગી પ્રજાના સેવાકાર્યો પાછળ ખર્ચી નાખી છે. હજુ એવરેસ્ટ સર કરવાનો બાકી છે. કામો એવા લોકોના કર્યા છે જે લોકો આખી જિંદગી ઋણ ભૂલે તેમ નથી. કેટલાક નગુણા લોકો પણ છે. ભાજપનું નામ કામ અને વિશ્વાસથી લોકો જોડાતા ગયા અને પક્ષ મજબૂત બન્યો. ચિંતા ના કરતા, એક જ ફોનથી કામ પતી જશે. 

ઉલ્લેખનીય છે કે કડીમાં નીતિન પટેલે ખુલ્લી જીપમાં સવારી કરી હતી. આ દરમિયાન લોકોએ ફૂલહાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું.