મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ કોરોના વેક્સીનેશનું દુનિયાનું સૌથી મોટું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ઘણા લોકો દ્વારા સૌથી પહેલા નેતાઓ વેક્સીન કેમ લેતા નથી તેવા પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા. જોકે આ સંદર્ભે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. કલોલ ખાતે નવા સામુહિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ દરમિયાન તેઓએ કોંગ્રેસ પર વાકબાણ ચલાવ્યા હતા.


 

 

 

 

 

કલોલ ખાતે રૂપિયા 3 કરોડના ખર્ચે ઊભા કરવામાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓપીડી, ગાયનેક વિભાગ, ઓપરેશન થિયેટર, ડાયાલીસિસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. આ નવા સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હાથે કરાવવામાં આવ્યું છે. તે સમયે તેમણે વાકબાણ ચલાવતા કહ્યું કે, હાલ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી. કોરોના વેક્સીનનું સમગ્ર દેશમાં મહા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસ રોડા ખાને છે. હાલકોંગ્રેસ અમને પુછી રહી છે કે કેમ ભાજપના નેતાઓ વેક્સીન નથી લેતા? પણ જો અમે પહેલા વેક્સીન લીધી હોત તો ય કોંગ્રેસ વિરોધ કરતું અને નથી લીધી તોય કોંગ્રેસના પંચાયતિયા કહે છે તમે પહેલા લો.

આ ઉપરાંત નીતિન પટેલે આરોગ્ય કર્મચારીઓની હડતાળ મૂદ્દે થઈ રહેલા સવાલોમાં પણ કહ્યું કે, આરોગ્ય કર્મીઓ હડતાળ પાછી લે. આરોગ્ય કર્મીઓના પ્રશ્નો મુદ્દે સરકાર ગંભીર હોવાનું જણાવ્યું છે. હડતાળ માટેનો આ યોગ્ય સમય નથી. હાલ દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.