મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દેશની અર્થવ્યવસ્થાના સામે 70 વર્ષના સૌથી મોટા સંકટની વાત કનાર નીતિ કમિશનના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે હવે પોતાના નિવેદન પર ચોખવટ કરી છે. રાજીવ કુમારે ચોખવટ કરતાં ટ્વીટ કર્યું કે, હું મીડિયાથી આગ્રહ કરું છું કે મારા નિવેદનને ખોટી રીતે દર્શાવવાનું બંધ કરો. અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે સરકાર મોટા પગલા ભરી રહી છે અને આગળ પણ ભરશે. કોઈ પણ રીતે ઘભરાવાની અને ઘભરાહટનો માહોલ પેદા કરવાની જરૂર નથી.

આ ઉપરાંત દેશના નાણાંમંત્રી નિર્મલા સીતારામનએ પણ કહ્યું કે, દુનિયા કરતાં ભારતની અર્થવ્યવસ્થા ઘણી મજબૂત છે. ઘણા દેશોની તુલનામાં આપણો વિકાસદર ઘણો આગળ છે. આર્થિક સુધારાની દિશામાં સરકાર સતત પગલા ભરી રહી છે. ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવું પહેલાથી જ ઘણું સરળ બન્યું છે. આગળ અમે જીએસટીને પણ સરળ બનાવીશું.

તે પછી એક બીજું ટ્વીટ કર્યું અને કહ્યું કે, અર્થવ્યવસ્થામાં સારી સ્થિતિ લાવવા માટે સરકાર પ્રયાસ કરે છે. લોકોને આ વિશ્વાસ કરવો જોઈએ કે સ્થિતિને સંભાળવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે. આપને જણાવી દઈએ કે ગુરુવારે રાજીવ કુમારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે 70 વર્ષમાં અત્યાર સુધી રોકડનો આવો સંકટ નથી જોવા મળ્યો. સરાકરના માટે આ મોટી સમસ્યા છે. કોઈ પણ કોઈના ઉપર ભરોસો નથી કરી રહ્યું. તેથી કેશ પર બેસી ગયેલા અને કોઈ પણ માર્કેટમાં પૈસા નથી નીકળી રહ્યા.

તેમણે કહ્યું હતું કે, અહીં ફક્ત સરકાર અને પ્રાઈવેટ સેક્ટરની વાત નથી. ખાનગી ક્ષેત્રમાં પણ આજે કોઈ પણ કોઈને પૈસા આપવા નથી માગતું. જોકે રાજીવ કુમારે હાલની સમસ્યા માટે યુપીએના કાર્યકાળને જવાબદાર ઠેરવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2009થી 14 દરમિયાન વગર વિચાર મંથન કરે લોનો આપવામાં આવી, જેથી વર્ષ 2014 પછી એનપીએમાં વધારો થયો.

રાજીવે કહ્યું કે, એનપીએ વધવાને કારણે હવે બેન્કોમાં નવા દેવા આપવાની ક્ષમતા ઘટી ગઈ છે. સાથે જ રાજીવે કહ્યું કે બેન્કો દ્વારા ઓછા દેવા આપવાની ભરપાઈ એનબીએફસીની છે. એનબીએફસીના દેવામાં 25 ટકાનો વધારો થયો છે. તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થાને સ્પીડ આપવા માટે હાલમાં જ રજુ થયેલા બજેટમાં પણ કેટલાક પગલાઓની જાહેરાત કરાઈ છે.

નાણામંત્રી નિર્મલા સિતારામને કહ્યું કે, વૈશ્વિક મંદીના અરસાને આપણે સમજાવાની જરૂર છે. ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરને કારણે મંદીની સમસ્યા સામે આવી રહી છે. જોકે દુનિયા ભરમાં માગમાં આવેલા ઘટાડાની અસર જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે વિપક્ષ સહિતના નેતાઓ, લોકો પણ નરેન્દ્ર મોદી સરકાર પર આંગળીઓ ઉઠાવી રહ્યા છે કે દેશની આર્થિક વ્યવસ્થા કડકી થઈ રહી છે. જોકે આ અંગે નાણામંત્રી અને નીતિ આયોગના વાઈસ પ્રેસીડેન્ટે ઘણી બાબતો સ્પષટ્ કરવાનો પ્રયત્ન કર્યો છે.