મેરાન્યૂઝ નેટવર્ક.જામનગર : જામનગરની નિશા ગોંડલીયા પર ગત રાત્રે બાઈક પર આવેલ હેલ્મેટ ધારક શખ્સે પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા સનસનાટી મચી ગઈ છે. જમીન માફિયા જયેશ પટેલના ઇશારે અજાણ્યા સખ્સે તેની સાથે કાવતરું રચી હુમલો કરાવ્યો હોવાનો આરોપ લગાવાયો છે. નિશાએ સીટી બી ડીવીજન પોલીસ દફતરમાં જયેશ અને તેના સાગરિત સામે ધમકી, કાવતરા અને આર્મસ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
રાજ્યના બહુ ચર્ચિત બીટકોઇન પ્રકરણના સુરતના આરોપી સૈલેશ ભટ્ટને કેશમાંથી છોડાવવા જામનગરમાં રહેતી સૈલેશની સાળી નિશા ગોંડલિયાએ જયેશ પટેલનો સંપર્ક કર્યો હતો અને વાતચીત કરવા નિશા દુબઈ જઈ જયેશ પટેલને મળી હતી. નિશાની વાત માનવામાં આવે તો જયેશ પટેલે વિશ્વાસમાં લઇ સૈલેશ ભટ્ટનો નિશા પાસે રહેલ મોબાઈલ તફડાવી લઇ, તેમાં રહેલ બીટકોઈનની ચોરી કરી હતી આ બાબતની ખબર પડતા જયેશે નિશાને ધમકી આપી હતી. જે સંદર્ભે નિશાએ દુબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ગુજરાત આવેલ નિશાએ મીડિયા સમક્ષ સમગ્ર વિગતો જાહેર કરી હતી. દરમિયાન ગત તા. ૧૯/૮ના રોજ જામનગરમાં નિશાને અજાણ્યા સખ્સોએ ફરી ધમકાવી હતી, જેને લઈને તેણીએ જયેશ અને અજાણ્યા સખ્સો સામે સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના મહિના બાદ ગત રાત્રે નાન્દુરસ્ત તબિયત હોવાથી નિશા પોતાની કાર લઇ વાલ્કેશ્વરી વિસ્તારમાં આવેલ એક ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ગઈ હતી.
હોસ્પીટલમાં દાખલ થાય તે પૂર્વે જ બાઈક પર આવેલ હેલ્મેટ પહેરેલા એક સખ્શે પિસ્તોલ જેવું હથિયાર તાકી નિશાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી આપી આરોપી નાશી ગયો હતો. દરમિયાન હેબતાઈ ગયેલ નિશાએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેને લઈને એલસીબી અને સીટી બી ડીવીજન પોલીસનો સ્ટાફ તાત્કાલિક ખાનગી હોસ્પીટલ પહોચ્યો હતો. પોલીસે નિશાનું નિવેદન નોંધી સમગ્ર ઘટના અંગે નિશા પાસેથી જ સ્થળ પર જાણકારી મેળવી હતી. ત્યારબાદ આ ઘટના અંગે તેણીને આ ઘટના અંગે જમીન માફિયા જયેશ પટેલ અને હથિયારથી ધમકી આપનાર સખ્સ સામે કાવતરા, ઘમકી અને આર્મસ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી, આ ફરિયાદના આધારે સીટીબી ડીવીજનના પી એસઆઈ વાળા સહિતના સ્ટાફે તપા