મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ સુરતના બહુ ચર્ચીત બિટકોઈન કેસમાં આરોપી શૈલેષ ભટ્ટની સગી સાળી નિશા ગોંડલીયાએ સીઆઈડી સામે આ કેસમાં પોતાને તાજનો સાક્ષી બનાવવાની માગણી કરી છે,. પરંતુ  નિશાને આવી સલાહ આપનારની કાયદાકીય સમજ ઓછી હોવાનું લાગી રહ્યુ છે તાજનો સાક્ષી આ કેસનો આરોપી જ થઈ શકે છે આમ નિશાને તાજનો સાક્ષી થવુ હોય તો પહેલા આરોપી થવુ પડે અને કોર્ટમાં પહેલા પોતાનો ગુનો કબુલ કરી આખા કેસમાં પોતાની સંડોવણી કેવી રીતે થઈ તેની કબુલાત કરવી પડે ત્યાર બાદ તેની સાથે રહેલા સહઆરોપીનું ભુમીકા શુ હતી તેની તાજના સાક્ષી તરીકે જુબાની આપવી પડે, પણ નિશાનો વ્યવહાર જોઈ લાગી રહ્યુ છે કે તે માને છે તાજના સાક્ષી થયા એટલે તે આરોપી બને નહીં, પણ તાજનો સાક્ષી જે થાય તેને કોર્ટ માફી પણ આપી શકે અથવા તેની સજામાં ઘટાડો પણ કરી છે.

સુરતનો બિટકોઈન કેસની સ્થિતિ  ડુંગળી જેવી છે જેમ જેમ તેના એક એક પડ ખોલતા જાઓ એમ અંદરથી બીજુ પડ ખુલતુ જાય તેવી છે. બિટકોઈન કેસના મુળ ફરિયાદી શૈલેષ ભટ્ટને અમરેલી પોલીસ અને સીબીઆઈએ લૂંટી લીધા બાદ આ કેસની તપાસ કરી રહેલી ગુજરાત સીઆઈડી ક્રાઈમની તપાસમાં ખુદ શૈલેષ ભટ્ટ પણ આરોપી બની ચુકયા છે. છેલ્લાં પંદર મહિનાથી ફરાર શૈલેષ ભટ્ટ પોતાના પરિવારના સભ્યો ઉપર ભરોસો અને સહારો હતો પણ કરોડોની કિંમત બિટકોઈન જેને આપ્યા હતા તેવી સગી સાળી નિશા ગોંડલીયાએ એક નવ દાવ ચાલતા શૈલેષ ભટ્ટની સ્થિતિ ઘર ફુટે ઘર જાય તેવી થઈ છે, પોતાની સાથે વિશ્વાસધાત થયો છે અને દુબઈમાં છેતરપીંડી થઈ છે તેવો દાવો કરનાર નિશા ગોંડલીયા યોજનાપુર્વક ખોટુ બોલી રહી છે તેવુ સીઆઈડી ક્રાઈમ જાણે છે, જેના કારણે સીઆઈડીના પ્રશ્નોના જવાબ આપવાને બદલે સીઆઈડીના અધિકારીઓ માનસીક ત્રાસ આપી રહ્યા છે તેવો આરોપ મુકયો છે.

બિટકોઈન કેસમાં શૈલેષ ભટ્ટ સામે ફરિયાદ નોંધાયા પછી ફરાર થતાં પહેલા શૈલેષ ભટ્ટે પોતાની સાળી નિશા ગોંડલીયાને એક ફોન આપ્યો હતો જેના વોલેટમાં 850 બિટકોઈન હતા તે નિશા જાણતી હતી, પરંતુ પોતાના મિત્ર જીતુ સાથે મળી નિશાએ આ બિટકોઈન દુબઈના જયેશ પટેલને ત્યાં વગે કરી દિધા હતા, ત્યાર બાદ અચાનક જીતુની સંપત્તીમાં નોધપાત્ર વધારો થયો હતો, ત્યાર બાદ જયારે શૈલેષ ભટ્ટ દ્વારા બિટકોઈનની માગણી કરવામાં આવતા નિશાએ પોતાની સાથે છેંતરપીંડી કરી જયેશ પટેલે ફોન લઈ લીધો હોવાનો દાવો કર્યો હતો, પણ આ કેસમાં એક પગલુ આગળ વિચારનાર નિશાનો મિત્ર જીતુ સમજી ગયો હતો કે જયારે પણ શૈલેષ ભટ્ટ પકડાશે અથવા પોલીસ સામે શરણાગતી લેશે ત્યારે શૈલેષ ભટ્ટ દ્વારા ધવલ માવાણી પાસે લૂંટી લીધેલા બિટકોઈન પાછા આપવા પડશે.

જો બિટકોઈન વેંચી માર્યા છે તેવું જાહેર થાય તો નિશા અને જીતુ પણ આ કેસના આરોપી બને, જેના કારણે જયેશ પટેલે દગો કર્યો અને શૈલેષ ભટ્ટ સંબંધમાં છેતરી તેવું તકરટ ઉભું  કર્યું હોવાનું પોલીસ માની રહી છે. પોતાના જીવને જોખમ હોવાની વાતમાં પણ દમ નથી તેવું પોલીસ માને છે, આમ પોતે પણ આરોપી બને તે પહેલા નિશાએ સાક્ષી થવાની અરજી કરી છે, પરંતુ સીઆઈડી ક્રાઈમના અધિકારીઓનો મુડ જોઈ તેને સાક્ષી બનાવતા નથી તેવો અંદાજ આવી જતા સીઆઈડી સામે પણ માનસીક ત્રાસ આપવાનો આરોપ કરી દીધો છે.