મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ કેસ અંગે આપ જાણતા જ હશો. આ કેસમાં હાલ 4 દોષિતોએ ફાંસીથી બચવા માટે ફરી એક વાર સુપ્રીમ કોર્ટ તરફ મીટ માંડી છે. ટાઈમ્સ નાઉના અનુસાર ચારેય દષીઓએ સુપ્રીમમાં અરજી કરી દીધી છે. કોર્ટમાં ફાંસીની સજા મળ્યાના દોઢ વર્ષ બાદ સજાથી દૂર છે તે શખ્સો. તિહાડ તંત્રએ નિર્ભયાના ચારેય દોષિયોને દયા અરજી દાખલ કરવા માટે 7 દિવસનો સમય આપ્યો હતો. જેની મર્યાદા આજે પુરી થાય છે.

નિર્ભયાના ત્રણ ગુનેગારો અક્ષય, પવન અને વિનય આજે સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે. અક્ષય સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરશે જ્યારે વિનય અને પવન ક્યૂરેટિવ પિટિશન દાખલ કરશે. અત્યાર સુધી ચોથા દોષી મુકેશ અંગે જાણકારી મળી નથી.

સજા સંભળાવાયાના આદેશ બાદ અત્યાર સુધી સુપ્રીમ કોર્ટના આદેશ પર અમલ નથી શક્યો. તેનું કારણ કાયદાની આંટીઘૂંટીઓ અને અસ્પષ્ટતાઓ છે. સજા સંભળાવાયાના અંદાજીત દોઢ વર્ષ બાદ દોષિતોને નોટિસ મળી કે જો તમારે સજા સામે દયા જોઈએ તો સાત દિવસમાં રાષ્ટ્રપતિના ત્યાં દયા અરજી દાખલ કરે.

નિર્ભયાના પિતાએ કહ્યું હતું કે, ગત વર્ષે 9 જુલાઈએ સુપ્રીમ કોર્ટે ત્રણ ગુનેગારોની રિવ્યૂ પિટિશન ખારીજ કરી દીધી હતી. તે પછી ગુનેગારોએ સુપ્રીમ  કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ નહીં કરી અને ચોથાએ રિવ્યૂ પિટિશન પણ દાખલ ન કરી. ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવા માટે જો સમય મર્યાદા નથી તો તેનો ફાયદો ગુનેગારોને કેવી રીતે આપી શક્યા. તેમનુ માનવું છે કે ગત વર્ષે જ્યારે સુપ્રીમ કોર્ટે ગુનેગારોમાં ફાંસીની સજા સંભળાવાઈ, ત્યારે સંબંધિત ઓથોરિટીને ગુનેગારો મર્સી કે ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવા માટેની સમય મર્યાદા નક્કી રવી જોઈતી હતી, પરંતુ તેવું થયું નહીં અને હવે... હવે તેના પર દોઢ વર્ષ વિતિ ગયા છે.