જયંત દાફડા (ગાંધીનગર): રાજ્યમાં કોરોના હવે નહિવત જોવા મળી રહ્યો છે. પરંતુ ત્રીજી લહેરની આગમચેતી રૂપે હજી પણ રાજ્ય સરકાર તરફથી નિયંત્રણો લગાવવામાં આવ્યા છે. ત્યારે ફરી એકવાર રાજ્ય સરકાર તરફ થી વધુ એકવાર રાત્રિ કરફ્યુની અવધિ લંબાવવામાં  આવી છે. આઠ મહાનગરોમાં ૨૫ સપ્ટેમ્બર સુધી કરફ્યુ લંબાવવામાં આવ્યો છે.

Advertisement


 

 

 

 

 

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુના સમયમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે. ૧૫ સપ્ટેમ્બરથી ૨૫ સપ્ટેમ્બર સુધી રાત્રીના ૧૧ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો છે. જો કે આ કરફ્યુમાં આવશ્યક સેવાઓ અને પ્રવૃત્તિઓ કોઈ પણ નિયંત્રણ વગર ચાલુ રાખી શકાશે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ગણેશ ઉત્સવને ઘ્યાનમાં રાખીને ગણેશ ઉત્સવના ૧૦ દિવસ સુધી રાત્રિ કરફ્યુ ૧૨ વાગ્યાનો કરવામાં આવ્યો હતો. પરંતુ મુખ્યમંત્રી બદલાતા હવે નિયમ પણ બદલાઈ ગયો. જેથી હવે ગણેશ ઉત્સવમાં પણ કરફ્યુ ૧૧ વાગ્યાથી કરફ્યુ શરૂ થઈ જશે.