જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી) : અરવલ્લી જિલ્લામાં યોજાયેલી પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું સમાપન થયું હતું આ ટુર્નામેન્ટમાં અંડર ઇલેવન,અંડર થર્ટીન અને અંડર ફીફ્ટીન કેટેગરીમાં કુલ છ ખેલાડીઓ વિજેતા થયા છે,બોયઝ કેટેગરી અંડર ઇલેવનમાં પ્રથમ ક્રમાંકે સુરતના વિવાન દવે,અંડર થર્ટીનમાં ભાવનગરના સુજલ કુકડિયા તેમજ અંડર ફીફ્ટીનમાં સુરતના આયુષ તન્નાએ બાજી મારી છે, જ્યારે ગર્લ્સમાં અંડર ઇલેવન કેટેગરીમાં ક્રિશા પટેલ, અંડર થર્ટીનમાં અમદાવાદની પ્રથા પવાર જ્યારે અંડર ફીફ્ટીનમાં અમદાવાદની નીધિ પ્રજાપતીએ જીત મેળવી છે,અરવલ્લી જિલ્લાના અંડર ફીફ્ટીન કેટેગરની ખેલાડી જન્મેજય પટેલે બીજો ક્રમ હાંસિલ કર્યો હતો,, વિજેતા થયેલા તમામ ખેલાડીઓને મોડાસાના શ્રી.જે.બી.શાહ DLSS ટેબલ ટેનિસ હોલ ખાતે ટ્રોફી અને પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા,, આ પ્રસંગે અરવલ્લી જિલ્લા પોલિસ વડા સંજય ખરાત, જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહી વિજેતા ખેલાડીઓને પ્રમાણ પત્રો એનાયત કર્યા હતા. વિજેતા થયેલા તમામ ખેલાડીઓને સીનિયર કોચ અરવલ્લી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Advertisement
 
 
 
 
 
અમદાવાદની નિધી પ્રજાપતિએ શાનદાર પ્રદર્શન કરીને તથા સુરતના આયુષ તન્નાએ વળતો પ્રહાર કરીને યાદગાર પ્રદર્શન કરીને પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021માં સબ જુનિયર ટાઇટલ જીતી લીધા હતા. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે અને અરાવલ્લી ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અહીંની એમએલ ગાંધી હાયર એજ્યુકેશન સોસાયટી તથા રોટરી ક્લબ ખાતે ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું.
સમગ્ર ટુર્નામેન્ટની બાળ રમતવીરોની સર્વશ્રેઠ રમત પર એક નજર
નિધીએ સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે સબ જુનિયર ગર્લ્સ (અંડર-15) કેટેગરીની ફાઇનલમાં મોખરાના ક્રમની સુરતની અર્ની પરમાર સામે 11-7, 11-8, 9-11, 11-6, 11-6થી વિજય હાંસલ કર્યો હતો. જ્યારે પાંચમા ક્રમના આયુષે પણ આ ટુર્નામેન્ટમાં તેના યાદગાર પ્રદર્શનનો અંત વિજય સાથે આણ્યો હતો જ્યાં તેણે સબ જુનિયર બોયઝ (અંડર-15)ની ફાઇનલમાં ત્રીજા ક્રમના અને સ્થાનિક ફેવરિટ એવા જન્મેજય પટેલને 11-7, 11-13, 11-13, 11-6, 11-7, 11-9થી હરાવ્યો હતો.
ગર્લ્સ સેમિફાઇનલમાં દિવસનો સૌથી મોટો અપસેટ જોવા મળ્યો હતો જ્યાં ભાવનગરની ત્રીજા ક્રમની રિયા જયસ્વાલ સામે નિધીએ લડાયક રમત દાખવીને મેચ પોતાની તરફેણમાં કરતાં 1-11, 13-15, 11-4, 11-6, 11-8, 7-11, 11-7થી રોમાંચક વિજય હાંસલ કર્યો હતો તો અર્નીએ પણ સંઘર્ષ કરીને મેચ જીતી હતી. અન્ય સેમિફાઇનલમાં અર્નીએ કેડેટ ગર્લ્સ ચેમ્પિયન અને ચોથા ક્રમની અમદાવાદની પ્રાથા પવારને 11-8, 10-12, 7-11, 12-10, 11-7, 6-11, 11-6થી હરાવી હતી.
પ્રથા ત્રીજા સ્થાને રહી હતી તેને ત્રીજા સ્થાન માટેની મેચમાં રિયા જયસ્વાલ સામે રમવાનું હતું પરંતુ રિયા પ્રથમ ગેમમાં 5-11થી પાછળ હતી ત્યારે આરોગ્યને ધ્યાનમાં રાખીને તેણે મેચ પડતી મૂકતાં પ્રાથાને વિજયી જાહેર કરાઈ હતી.
Advertisement
 
 
 
 
 
ક્વાર્ટર ફાઇનલમાં અર્નીએ બરોડાની સારા અરોરાને 11-3, 11-5, 11-9થી હરાવી હતી તો નિધીએ તેની જ ટીમની અને બીજા ક્રમની મૌબિની ચેટરજી સામે 11-7, 11-4, 11-4થી વિજય હાંસલ કરીને અપસેટ સર્જ્યો હતો. પ્રાથાએ તેની ટીમની સાથી અને પાંચમા ક્રમની જિયા ત્રિવેદી સામે 11-7, 13-11, 10-12, 11-5થી વિજય હાંસલ કર્યો હતો તો જિયા ત્રિવેદીએ નવસારીની છઠ્ઠા ક્રમની સિદ્ધિ બલસારાને 11-9, 11-7, 12-10થી હરાવીને આગેકૂચ કરી હતી.
દરમિયાન બોયઝ સેમિફાઇનલમાં પણ અપસેટ સર્જાયા હતા. આયુષે ટુર્નામેન્ટના ફેવરિટ અને અમદાવાદના મોખરાના ક્રમના હિમાંશ દહિયાને 11-8, 11-8, 3-11, 11-8, 11-6થી હરાવ્યો હતો તો જન્મેજયે પણ બે ગેમ પાછળ રહેવા છતાં વળતી લડત આપીને બીજા ક્રમના હર્ષવર્દન પટેલ સામે 9-11, 7-11, 11-8, 11-5, 11-5, 11-5થી વિજય હાંસલ કર્યો હતો.
હિમાંશ ત્રીજા સ્થાને રહ્યો હતો. આ માટેની મેચમાં તેણે હર્ષવર્દનને 11-4, 11-9, 8-11, 11-8થી હરાવ્યો હતો.
દરમિયાન ક્વાર્ટર ફાઇનલમાં જન્મેજયે બરોડાના નિજ લાખાણીને 13-15, 11-5, 11-6, 7-11, 11-6થી તથા હર્ષવર્દને સાતમા ક્રમના સમર્થ શેખાવત (બરોડા)ને 10-12, 10-12, 11-5, 11-8, 11-9થી હરાવ્યો હતો.
હિમાંશે તેની ટીમના આઠમા ક્રમના આર્ય કટારિયા સામે 11-4, 4-11, 12-10, 11-7થી તથા આયુષે ભાવનગરના ચોથા ક્રમના સુજલ કુકડિયા સામે 11-9, 11-7, 11-6થી આસાન વિજય હાંસલ કર્યો હતો. અગાઉ સુજલ કુકડિયા કેડેટ બોયઝ (અંડર-13) ટાઇટલ જીતી ચૂક્યો હતો.
Advertisement