મેરાન્યૂઝ નેટવર્ક.ગોધરાઃ પાકિસ્તાની તપાસ એજન્સી આઈએસઆઈ જાસૂસીકાંડમાં ગુજરાતના ગોધરામાંથી એક શખ્સ પકડાયો છે. જેની ધરપકડ કરવામાં આવી છે. ગટેલી ઈમરાન નામનો આ શખ્સ પાકિસ્તાનને જાસૂસી કરીને વિગતો મોકલી રહ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ભારતીય નેવી, સંરક્ષણ મથકોની જાસૂસી કરતો હતો.

રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ દ્વારા સોમવારે એક આઈએઆઈના વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ ગિટેલી ઈમરાન તરીકે થઈ છે. જે ગુજરાતનો રહેવાસી છે. તેના પર આઈએસઆઈ માટે કામ કરતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તપાસ એજન્સીએ આ અંગેની જાણકારી આપી છે.

એનઆઈએ એ જણાવ્યું કે, આ કેસ એક આંતરરાષ્ટ્રીય જાસૂસીકાંડ સાથે સંબંધિત છે. જેમાં પાકિસ્તાનના જાસૂસોએ ભારતમાં એજન્ટ્સની ભરતી કરી છે. જેમનું કામ ભારતીય નેવી, જહાજો, સબમરીનની અવરજવર, સંરક્ષણ સ્થાનોના લોકેશનની વર્ગીકૃત અને સંવેદનશિલ જાણકારી પાકિસ્તાન મોકલાવી છે. જે મામલે આગળ તપાસ ચાલુ છે.