મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હી: બોલિવૂડના જાણીતા સિંગર બાદશાહનો ક્રેઝ ફક્ત ભારત જ નહીં વિદેશમાં પણ જોવા મળી રહ્યો છે. ઘણીવાર, લોકો વિદેશી દેશોમાં પણ બાદશાહના ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે. તાજેતરમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ન્યુઝિલેન્ડની પોલીસ દિવાળીના ખાસ પ્રસંગે બાદશાહના ગીતો પર ડાન્સ કરતા જોવા મળી રહી છે. આ વીડિયોને ફિલ્મફેર દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જે અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયોમાં દિવાળીની ઉજવણી માટે ન્યુઝીલેન્ડ પોલીસે પ્રથમ 'કર ગઇ ચૂલ' પર ડાન્સ કર્યો અને આ પછી તે કાળા ચશ્માં પર ડાન્સ કરતા જોવા મળી હતી.

ફિલ્મફેરે શેર કરેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દિવાળીના વિશેષ પ્રસંગે ન્યુઝિલેન્ડ પોલીસ પ્રથમ 'કર ગઇ ચૂલ' સોંગ પર નાચવાનું શરૂ કરે છે, જેમાં તેમના ડાન્સ અને ડાન્સ સ્ટેપ્સ ખરેખર જોવા જેવા છે. આ પછી ન્યુઝીલેન્ડ પોલીસ બાદશાહનું ગીત કાળા ચશ્માં પર ડાન્સ કરતી જોવા મળે છે. વીડિયોમાં તેની શૈલી ખરેખર વખાણવા જેવી લાગે છે. આ વીડિયો જોઈને ચાહકો ખુદ ન્યુઝીલેન્ડ પોલીસની પ્રશંસા કરતાં થાક્યા નથી, સાથે સાથે તેમનો અંદાજ પણ પસંદ આવ્યો છે .


 

 

 

 

 

આ વીડિયોને શેર કરતાં ફિલ્મફેરે લખ્યું છે, "બોલીવુડ માટેનો પ્રેમ અવરોધોથી ઉપર છે . ન્યુઝીલેન્ડમાં, પોલીસ દળ બોલિવૂડની પાર્ટી નંબર પર દિવાળીની ઉજવણી કરી છે ." તમને જણાવી દઇએ કે આ પ્રથમ વખત નથી જ્યારે ન્યૂઝીલેન્ડ પોલીસને ભારતીય ગીતોનો ક્રેઝ જોવા મળ્યો છે. આ અગાઉ નીરુ બાજવાએ એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં પોલીસ ફિલ્મના શદાના ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી.