મેરાન્યૂઝ નેટવર્ક.લંડન: બ્રિટનમાં કોરોનાવાયરસના નવા પ્રકારો મળી આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આને કારણે, ચેપ ઝડપથી ફેલાય છે. યુકેમાં કોરોના વાયરસના ચેપના કેસમાં મોટા પ્રમાણમાં થયેલા વધારા અને નવા પ્રકારના COVIDની ઓળખને લીધે બુધવારથી દેશની રાજધાની લંડન અને તેના આસપાસના વિસ્તારમાં કડક લોકડાઉન લગાવાશે. બ્રિટિશ સરકારે સોમવારે સંસદમાં આની જાહેરાત કરી હતી. આ નવા પ્રકારનાં કોરોના વાયરસ  'ખૂબ જ ઝડપથી' ફેલાવવા માટે જવાબદાર છે.

આરોગ્ય પ્રધાન મેટ હેનકોકે હાઉસ કોમન્સના સાંસદોને જણાવ્યું હતું કે આ વિસ્તારોમાં ફક્ત સાત દિવસમાં આ જીવલેણ વાયરસ સંક્રમણના કિસ્સા બમણા દરે વધી રહ્યા છે, તેથી તાત્કાલિક અને નિર્ણાયક પગલાં લેવાની જરૂર હતી. આવી સ્થિતિમાં, લંડન અને તેની આસપાસના વિસ્તારોમાં 'ટીયર -3 ' સ્તરના પ્રતિબંધો લાગુ કરવામાં આવશે, જેનો અર્થ લગભગ સંપૂર્ણ લોકડાઉન છે.

હેનકોકે જણાવ્યું હતું કે"બ્રિટનમાં એક નવા પ્રકારનાં કોરોના વાયરસની ઓળખ કરવામાં આવી છે જે દક્ષિણપૂર્વ ઇંગ્લેંડમાં વાયરસના ઝડપથી ફેલાવા માટેનું કારણ હોઈ શકે છે,"  આ નવા પ્રકારથી લગતા લગભગ 1000 કેસની જાણ નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે.