મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ મુંબઈથી દીવ જવા માટે હવે ક્રૂઝનો આરંભ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે લ્કઝૂરિયસ ક્રૂઝની મજા માણવાની અત્યાર સુધી સુધી પહોંચવું પડતું હતું. કે પછી બીજા દેશોમાં તે મજા માણી શકાતી હતી. હવે ક્રૂઝમાં જવાની મજા મુંબઈથી દીવની ટ્રીપ કરી શકશે. મુંબઈથી સૌરાષ્ટ્રના કેન્દ્ર શાસિત પ્રદેશ સુધીની એક લક્ઝૂરિયસ ક્રૂઝને સરકારે લીલીઝંડી આપી દીધી છે.

મુંબઈ પોર્ટથી દીવ વચ્ચે ક્રૂઝ શીપ સેવાનો બુધવાર સાંજથી પ્રારંભ થયો છે. મુંબઈ પોર્ટથી રાતે 8.30 વાગ્યે 400 પેસેન્જરો સાથેનું ક્રૂઝ દીવ જવા માટે રવાના થયું હતું. દીવ હવે ક્રૂઝ સેવા માટેનું નવું સ્થળ બન્યું છે.  મુંબઈથી 385 પ્રવાસીઓ સાથે આજે દીવ ખાતે ‘જલેસ’ નામનું ક્રૂઝ આવી પહોંચ્યું હતું. ત્યારે દીવ પોર્ટ ખાતે ક્રુઝનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ક્રૂઝમાં બેસનાર એક વ્યક્તિ પાસેથી 8 હજાર રૂપિયાનું ભાડુ વસૂલવામાં આવી રહ્યું છે. સાંજે ફરી દીવથી આ ક્રૂઝ મુંબઈ જવા રવાના થશે અને 21 તારીખે ફરી દીવ આવી પહોંચશે.

આ ક્રુઝમાં એક ફાઈવ સ્ટાર હોટલ જેવી તમામ સુવિધા હશે. સ્વિમિંગ પૂલ, જીમ, ઓડિટોરીયમ, લાયબ્રેરી, વાઈફાઈ સ્પા, કેસીનો સહિતની સુવિધાથી ક્રુઝ સજ્જ હશે. આ ઉપરાંત જમવા માટે વિશ્વની તમામ પ્રકારની વાનગી મળી રહે તેવી સુવિધા કરવામાં આવી છે. ક્રૂઝમાં 2500 વ્યકિતને લઈ જવાની ક્ષમતા છે. મુંબઈ પોર્ટ ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું કે, મે 2020 સુધીમાં આ ક્રૂઝ શીપ દીવની 17 વાર મુલાકાત લેશે. દેશ ઉપરાંત વિદેશની પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.