મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ હવે જ્યારે આપ રક્તદાન કરવા જશો, તો ફોર્મમાં પોતાના અંગત સંબંધો સાથે જોડાયેલા સવાલોને જોઈને ચોંકી ન જતા. નેશનલ બ્લડ ટ્રાંસફ્યૂઝન કાઉન્સિલે બ્લડ ડોનેશન માટે નવી ગાઈડલાઈન્સ આપી છે. જેના અનુસાર રક્તદાન પહેલા ભરાવવા વાળા ફોર્મમાં પુરુષ રક્તદાતાઓને તેમના અંગત સંબંધો અંગે થોડા સવાલ પુછવામાં આવશે, જેમકે- ક્યાંક તમે સમલૈંગિક તો નથી, ક્યાંક તમારા સંબંધો વધુ પાર્ટનર્સ સાથે તો નથી વગેરે....

ગાઈડલાઈન્સમાં એવું પણ કહેવાયું છે કે ગે અને બાય સેક્સ્યૂઅલ પુરુષ, ટ્રાંસજેન્ડર્સ અને મહિલા સેક્સ વર્કર્સ ક્યારેય રક્તદાન નહીં કરી શકે, કારણ કે આવા લોકોમાં એચઆઈવી અને હિપેટાઈટિસ બી અને સીનું જોખમ વધુ હોય છે. આપને જણાવી દઈએ કે ભારતમાં પહેલા જ ગે એટલેકે પુરુષ સમલૈંગિકોને રક્તદાન કરવા પર પ્રતિબંધ છે. તે ઉપરાંત એવા લોકોના રક્તદાન પર પણ પ્રતિબંધ લગાવાયો છે જે કેંસર, ઓર્ગન ફેલ્યોર, એલર્જી કે શ્વાસની તકલીફ સાથે પીડાતા હોય.

બ્લડ બેંકના કર્મચારીઓનું કહેવું છે કે, કોઈ વિકસિત દેશોના ગાઈડલાઈન્સના આધાર પર આ નિયમ બનાવવામાં આવ્યા છે. આ નિયમોને બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે રક્તદાતાના કારણે કોઈ અન્ય વ્યક્તિમાં કોઈ ઈન્ફેક્શન કે બિમારી ન ફેલાય.

જોકે અમેરિકન રેડ ક્રોસ અનુસાર સમલૈંગિક પુરુષોએ જો આખરી કોન્ટેન્ટ 12 મહિના પહેલા બનાવ્યો છે, તો તે રક્તદાન કરવાના યોગ્ય થઈ શકે છે. જ્યારે સમલૈંગિક મહિલાઓથી કોઈ વાયરસ ફેલાવાની સંભાવના નથી હોતી તેથી તે ક્યારેય પણ રક્તદાન કરી શકે છે.