પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): તા 15મી ડિસેમ્બરના રોજ એક ખાસ સમારંભમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ ગુજરાત પોલીસને એક નવી ઓળખ અને નવો ધ્વંજ આપશે. ગુજરાત પોલીસનો આ નવો ધ્વંજ હવે ભારતની ત્રીરંગા સાથે લહેરાશે. જે પોલીસ દળને 25 વર્ષ થઈ ગયા છે. તેવું પોલીસ દળ રાષ્ટ્રપતિ સામે પોતાની અલગ ઓળખ (નિશાનદેહી) માગણી કરે છે, આવી નિશાન દેહીની માગણી ગુજરાત પોલીસ દ્વારા રાષ્ટપતિ સામે કરવામાં આવી હતી, જેના ધોરણોમાં ગુજરાત પોલીસ સફળ થતાં હવે ગુજરાત પોલીસ તા 15મી ડિસેમ્બરથી નવા નિશાન દેહી અને ગુજરાત પોલીસનો નવો ધ્વંજ પ્રાપ્ત કરશે આ સાથે રાષ્ટ્રગીતની જેમ ગુજરાત પોલીસનું પણ એક એથમને પણ મંજુરી મળી છે જે રાષ્ટ્રગીત પછી તેની ધુન વાગશે. 

ભારતના રાષ્ટ્રપતિ દ્વારા મળતા આ ચોક્કસ માનને પેસીડન્ટ કલર્સ તરીકે ઓળખવામાં આવે  છે જેમાં ગુજરાત પોલીસને  રાષ્ટ્રપતિની મહોર સાથેનો એક ખાસ દવંજ એનાયત કરવામાં આવશે જે હવે ગુજરાત પોલીસની એક નવી ઓળખ ઉભી કરશે, રાષ્ટ્રપતિ ભવન દ્વારા માન્ય જેને નિશાન દેહી કહેવામાં આવે છે તે નિશાન હવે ગુજરાત પોલીસના તમામ જવાનો અને અધિકારીઓના બાજુબંધ ઉપર લાગશે. ગુજરાત પોલીસના ભવનો ઉપર રાષ્ટ્રધ્વંજની સાથે એક ખાસ ધ્વંજ પણ હવે ફરકાવવામાં આવશે, અને ગુજરાત પોલીસના ખાસ એથમની ધુન પણ વાગશે, આ નિશાન દેહી મેળવવા માટે દરેક વર્ષે વિવિધ રાજયો રાષ્ટ્રપતિ ભવન સામે માગણી કરતા હોય છે પરંતુ તેના આકરા નિયમોમાંથી પસાર થવુ મુશ્કેલ હોય છે.

ભારતના રાષ્ટપતિ દ્વારા હમણાં સુધી દેશના સાત રાજયોની પોલીસને નિશાન દેહી( પ્રેસીડન્ટ કલર્સ) આપવામાં આવ્યો છે હવે ગુજરાત આઠમુ રાજય બન્યું છે જેની પાસે પ્રેસીડન્ટ કલર્સ છે ગુજરાત પોલીસની સ્થાપના પછી ગુજરાત પોલીસનો વ્યવહાર સહિત તેમણે મેળવેલી ખાસ સિધ્ધીઓ પણ ધ્યાનમાં લેવામાં આવે છે, ગુજરાતના ડીજીપી શીવાનંદ ઝા આ બાબતની સત્તાવાર જાહેરાંત ગુરૂવારે સાંજે અમદાવાદની કર્ણાવતી કલબમાં પત્રકારો સામે કરી રહ્યા છે આ અંગેનો સમારંભ તા 15મી ડીચેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિ વૈકયાનાડુની હાજરીમાં યોજવામાં આવશે જયારે તેઓ ડીજીપી શીવાનંદ ઝાને નિશાન દેહી આપી ગુજરાત પોલીસને સન્માનીત કરશે.