પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતના નવા ડીજીપી તરીકે 1985 બેચના આઈપીએસ અધિકારી આશિષ ભાટિયાને નિમણૂંક આપવામાં આવી છે. ગુજરાતના નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાને મુકવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. શિવાનંદ ઝા ત્રણ મહિના પહેલા નિવૃત્ત થયા હતા પરંતુ કોરોનાની સ્થિતિને કારણે તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન મળ્યું હતું. જે આજે પુરું થયું છે.

ગુજરાત સરકાર દ્વારા યુપીએસસીને ત્રણ નામ મોકલવામાં આવ્યા હતા જેને યુપીએસસીએ મહોર માર્યા પછી ગુજરાત સરકારે આશિષ ભાટિયાને ડીજીપી બનાવવાનો નિર્ણય કર્યો છે. આમ ગુજરાતને 38 મા ડીજીપી તરીકે આશિષ ભાટિયા મળ્યા છે. હાલમાં તેઓ અમદાવાદના પોલીસ કમિશનર છે. આજે જ સાત વાગ્યે તેઓ અમદાવાદ પોલીસ કમિશનરનું પદ છોડી ગુજરાતના પોલીસ વડા તરીકેનું પદ ગ્રહણ કરશે. હવે અમદાવાદના નવા પોલીસ કમિશનર કોણ થશે તેની જાહેરાત આગામી એકાદ દિવસમાં થશે.