મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ જમ્મુ કશ્મીરમાં કાંઈક મોટું થવાની અટકળો છે. રાજ્યસભામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા સહિત વિપક્ષના ઘણા મોટા નેતાને નજરબંધ કરાયા છે. આ તમામ વચ્ચે મોદી કેબીનેટ મોટી બેઠક ખત્મ કરી ચુકી છે. બેઠકમાં પહેલા ગૃહમંત્રી અમિત શાહ અને એનએસએના અજીત ડોભાલ પીએમ મોદીને મળવા પહોંચ્યા હતા. ગૃહમંત્રી રાજ્યસભામાં મોટા ઈશ્યૂ પર નિવેદન કરશે. કશ્મીરમાં મોટી ઘટનાને પગલે તમામ રાજ્યોને પણ એલર્ટ રહેવા સૂચના મળી હોવાના અહેવાલ મળી રહ્યા છે. 

રાજ્યસભામાં અમિત શાહે કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ મુક્યો છે. જેને પગલે આ પ્રસ્તાવની વાત કરતાં જ વિપક્ષોનો જોરદાર હોબાળો થયો છે. બીજી તરફ કશ્મીરમાં પણ હાઈ એલર્ટ છે. આ દરમિયાન કલમ 370 હટાવવાની ગૃહમંત્રીની વાતને પગલે સભાની કાર્યવાહી ખોરવાઈ ગઈ છે. જમ્મુ કશ્મીરના આ નિર્ણયને લઈને વિપક્ષોએ ભારે ઉહાપોહ મચાવ્યો છે. જમ્મુ કશ્મીરથી લદ્દાખને અળગ કરી દેવામાં આવ્યું છે. હવે લદ્દાખ એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હશે. સંવિધાન (જમ્મુ કશ્મીરમાં લાગુ) આદેશ 2019ને રાષ્ટ્રપતિ દ્વારા લાગુ કરાયો છે. મોદી સરકાર દ્વારા રાજ્યસભામાં અનુચ્છેદ 370ને હટાવવાનો પ્રસ્તાવ મુકાયો છે. જે દિવસથી રાષ્ટ્રપતિ દ્વારા આ ગેજેટ નોટિફિકેશનને સ્વીકાર કરાયું, તે દિવસે સંવિધાનના અનુચ્છેદ 370 (1)ના ઉપરાંત બીજા કોઈ ખંડ લાગુ નહી થાય તેવું અમિત શાહે રાજ્યસભામાં જણાવ્યું હતું.

શાહે કહ્યું કે, અમે જે ચારો સંકલ્પ અને બિલ લઈને આવ્યા છે, તે કશ્મીર મુદ્દા પર જ છે. સંકલ્પ પ્રસ્તુત કરું છું. અનુચ્છેદ 370 (1)ના ઉપરાંત તમામ ખંડ રાષ્ટ્રપતિના અનુમોદનના ઉપરાંત ખત્મ થઈ જશે. શાહે કહ્યું કે રાષ્ટ્રપતિ અનુમોદનના બાદ અનુચ્છેદ 370 ના તમામ ખંડ લાગુ નહીં રહે. એટલે કે સરકાર જમ્મુ કશ્મીરથી અનુચ્છેદ 370ને હટાવવાનો પ્રસ્તાવ કરે છે.

j