મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ યુકેોમાં મળેલા નવા કોરોના વાયરસના સ્ટ્રેન વચ્ચે ફ્લાઈટ્સ બેન કરાયા બાદ હવે શુક્રવારે એર ઈન્ડિયાની પહેલી ફ્લાઈટ આજે ત્યાંથી અહીં આવી રહી છે. આ ફ્લાઈટમાં 246 યાત્રીઓ છે. આપને જણાવી દઈએ કે ફ્લાઈટ પ્રતિબંધ બાદ આજે બંને દેશો વચ્ચેની ફ્લાઈટ સર્વિસ શરૂ થઈ ગઈ છે. 23 ડિસેમ્બરે સરકારે જાહેરાત કરી હતી 31 ડિસેમ્બર સુધી બંને દેશો વચ્ચેની ફ્લાઈટ્સની અવરજવર પર પ્રતિબંધ રહેશે. જેને વધારીને 5 જાન્યુઆઈરી સુધી કરાઈ દેવાયો હતો. હવે આજથી ફ્લાઈટ્સ શરૂ થવાની છે.
બુધવારથી જ ફ્લાઈટ્સને યુકેથી ભારત આવવાના ઓપરેશન્સ શરૂ કરી દેવાયા હતા. ભારતમાં અત્યાર સુધી કોરોનાના નવા સ્ટ્રેન વાળા કુલ 73 દર્દીઓ સામે આવી ચુક્યા છે.
સરકારના જણાવ્યા અનુસાર યુકે વચ્ચે દર અઠવાડિયે કુલ 30 ફ્લાઇટ્સ ઉડાન ભરશે. 15 ભારતીય અને 15 યુકેની એરલાઇન્સ. આ 23 જાન્યુઆરી સુધીમાં થશે. દિલ્હી એરપોર્ટએ યુકેથી આવતા મુસાફરોને ભારતમાં ઉતરાણ અને ત્યાંથી તેમના શહેરની કનેક્ટિંગ ફ્લાઇટ લેવાની વચ્ચે 10 કલાકનું અંતર રાખવા જણાવ્યું છે.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરુવારે કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે કોવિડને લઈને યુકેમાં પરિસ્થિતિ 'ખૂબ ગંભીર' હોવાથી 31 જાન્યુઆરી સુધી ફ્લાઇટ પર પ્રતિબંધ લંબાવી શકાય.