મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાતા રાજ્યના રાજકારણની ગતિવિધિ તેજ થઈ ગઈ છે. મંત્રી મંડળનું વિસ્તરણ થતાં હવે નવા મંત્રી મંડળમાં કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે તેની પર સૌની નજર છે. તેવામાં CMO ઓફિસમાં સરકારી અધિકારીઓની ઓચિંતામાં બદલી કરવામાં આવી છે.
પંકજ જોશીને મુખ્યમંત્રીના નવા ACS બનાવવામાં આવ્યા છે. તો અવંતિકા સિંઘને CMO સચિવ બનાવવામાં આવ્યા છે. મનોજ કુમાર દાસની જગ્યાએ CMના અધિક મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીની નિમણૂંક કરવામાં આવી છે. તો અશ્વિનીકુમારને સ્થાને અવંતિકા સિંઘની નિમણૂંક કરાઈ છે. CMOમાં સ્પેશિયલ ઓફિસર તરીકે કે. એન. શાહની જગ્યાએ એમડી મોડિયાની નિમણૂંક કરાઈ છે. ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશ્નર AMC એન. એન. દવેની નિમણૂંક CMOમાં સ્પેશિયલ ઓફિસર તરીકે કરાઈ છે.