મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સિંગ યૂઝ પ્લાસ્ટિક પર પુરી રીતે પ્રતિબંધ લગાવવાની મુહીમની શરૂઆત 2 ઓક્ટોબરએ કરશે એટલું જ નહીં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 લાખ લોકોને ઈમેઈલ પણ કરી તેમનો આભાર વ્યક્ત કરવાના છે. પીએમએ સ્વતંત્રતા દિવસે સિંગલ યૂઝ પ્લાસ્ટિકના વપરાશને બંધ કરવા માટેનો સંકલ્પ લેવાનું આહ્વન કર્યું હતું.

તે અંતર્ગત કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દેશભરામાં જાગૃત્તા અભિયાન ચલાવશે. તેની શરૂઆત 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીથી થશે. રાજ્યોના મોટાભાગના કેન્દ્ર પણ સિંગ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગને પ્રતિબંધિત કરવા માટે નીતિ તૈયાર કરશે. પ્લાસ્ટિકના ઉપયોગને ઓછો કરવા અને તેના પર પુરી રીતે તેને પ્રતિબંધિત કરવા માટે દંડની જોગવાઈઓ પર પણ વિચાર કરાઈ રહ્યો છે.

સ્વચ્છ ભારત મિશનના પંચ વર્ષ પુરા થવાના સમયે પીએમ મોદી 10 લાખ નાગરિકોને ઈમેઈલ દ્વારા આભાર વ્યક્ત કરશે. ઈમેઈલ 12 અલગ અલગ ભાષાઓમાં હશે. મંત્રાલયના એક અધિકારીએ એક ન્યૂઝ વેબસાઈટને જણાવ્યું કે, અભિયાનને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવનાર ગણમાન્ય હસ્તિઓ અને સમાજના પ્રબુદ્ધ લોકોને આ ઈમેઈલ મોકલવામાં આવશે.

તે પાછળ સરકારનો ઉદ્દેશ ખુલ્લામાં શૌચ મુક્ત ભારતની પરિકલ્પમાં સ્થિરતા બનાવી રાખવા અને લોકોને તેના સાથે વધુને વધુ જોડાવા પ્રેરિત કરશે. સરકારે આ વર્ષે 2 ઓક્ટોબર સુધી પુરા દેશને ખુલ્લામાં શૌચ મુક્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. સરકારનો દાવો છે કે 2014માં સ્વચ્છતા અને ખુલ્લામાં શૌચથી મુક્ત આંકડા 38 ટકા હતો જે હવે વધીને 99.22 ટકા થઈ ગયો છે.