મેરાન્યૂઝ નેટવર્ક.કેવડિયા :  દેશનાં ઘડવૈયા શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમાં દેશ-વિદેશનાં પ્રવાસીઓની પહેલી પસંદ બની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓ માટે અત્રે શ્રેષ્ઠતમ સુવિધાઓ ઉપલબ્ધ છે. દિન-પ્રતિદીન શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટનાં માર્ગદર્શન હેઠળ વહીવટદાર કચેરી દ્રારા પ્રવાસીઓની સરળતા માટે સુવિધાઓ વધારી રહી છે.

હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકીટ બૂકિંગ સહિતની સુવિધાઓ એન્ડ્રોઇડ મોબાઇલધારકો માટે ઉપલબ્ધ થઇ છે.તો આ સાથે અત્રે મુલાકાતે આવતા પ્રવાસીઓ મુંઝવતા પ્રશ્નોનાં નિરાકરણ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરાયો છે. ૧૮૦૦-૨૩૩-૬૬૦૦ નંબર પરથી તમામ પ્રશ્નોનું નિરાકરણ મળી શકશે, .સવારે ૮ થી સાંજનાં ૬ સુધી કાર્યરત રહેશે.

મોબાઇલ એપ્લિકેશનથી પોતાનાં પસંદગીની તારીખ અને સમયે ટિકીટ બૂકિંગ કરાવ્યા બાદ PDF ફોર્મેટમાં કયુઆર કોડ ટિકીટ મોબાઇલ પર મળી જશે,અને ખાસ આ ટિકિટની પ્રિન્ટ કરાવવાની કોઇ જ જરૂર નથી.પ્રવેશ સ્થળે માત્ર મોબાઇલમાં રહેલ સોફટ ટિકીટ બતાવવાથી જ કયુઆર કોડ સ્કેન થશે અને પ્રવાસીને સરળતાથી પ્રવેશ મળી શકશે.     

એપ્લીકેશન કેવી રીતે ડાઉનલોડ થઇ શકે? 

ગૂગલ પ્લે સ્ટોરમાં જઇને STATUE OF UNITY OFFICIAL એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને બાદમાં OTP જનરેટ થશે,ત્યારબાદ આપ આ એપ્લીકેશનનો ઉપયોગ કરી શકાશે.