મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ નાગરિક્તા કાયદાના વિરોધ સહિત ઘણા સમયમાં અવારનવારના પ્રદર્શનોને પગલે ઈંટરનેટ બેન તંત્ર દ્વારા કરાતું હોય છે. હાલમાં જ્યારે આ વાતાવરણમાં ઈંટરનેટ સર્વિસ બંધ કરવામાં આવી તો તેવામાં બ્રિજફાઈ, ફાયર-ચેટ જેવા ઓફલાઈન મેસેજિંગ એપ્લીકેશન્સનો ઉપયોગ લોકો કરવા લાગ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. કદાચ પ્રદર્શનકારીઓએ હોન્ગ કોન્ગથી આ શિખ લીધી છે, જ્યાં ચીન સામે જોર પકડેલા આંદોલનમાં આ બંને એપ્સનો ભરપૂર ઉપયોગ થયો હતો.

આ બંને એપ ઓછા અંતરે બ્લૂટૂથ કનેક્શનના પગલે કામ કરે છે અને તમામ સંદેશાઓનું આદાન-પ્રદાન કરે છે. અમેરિકી એપ ઈંટેલિજન્સ ફર્મ એપોટોપિયાના આંકડા કહે છે કે 12 ડિસેમ્બરથી જ્યારે આસામમાં અને મેઘાલયમાં ઈંટરનેટ પર પ્રતિબંધ લાગ્યા તો બ્રિજફાઈ એપ ડાઉનલોડ અને તેના ઉપયોગમાં 80 ટકાનો વધારો થઈ ગયો છે. હવે જ્યારે આ બંને રાજ્યોથી બહાર પણ ઈંટરનેટ બેન થવા લાગ્યું છે તેમ તેમ આ એપ્સના ડાઉનલોડમાં પણ વધારો થઈ રહ્યો છે.

ઈંટરનેટ પર પાબંદીઓથી પહેલા દેશમાં બ્રિજફાઈ દરેક દિવસે અંદાજીત 25 ટકા વખત ડાઉનલોડ થતું હતું જ્યારે 13 ડિસેમ્બર પછી તેમાં 100 ટકા વૃદ્ધી થઈ ગઈ હતી અને આંકડો પ્રતિ દિવસ 2606 સરેરાશ ડાઉનલોડ પર પહોંચ્યો હતો. તેના એક્ટિવ યૂઝર્સ બેઝમાં અંદાજીત 65 ગણો વધારો થયો હતો. 11 ડિસેમ્બર સુધી પહેલા તેને184 લોકો વાપરતા હતા જે 12 ડિસેમ્બરે વધીને 12118 સુધી પહોંચ્યા હતા. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ઈંટરનેટ પર પ્રતિબંધ લાગ્યો તો આ એપ ડાઉનલોડ અને વપરાશ 30 ગણો વધી ગયો હતો.

બ્રિજફાઈએ પોતાના ટ્વીટર પેજ પર કહ્યું કે, ભારતમાં તેનો ટ્રાફીક વધી ગયો છે. તેણે કહ્યું કે કંપની વધુમાં વધુ તેજ ગતિએ મેસેજ ટ્રાન્સફરમાં યૂઝર્સની મદદ કરી રહી છે. ત્યાં 17થી 18 ડિસેમ્બર વચ્ચે ફાયર ચેટ એપનો ઉપયોગ જ્યારે ડાઉનલોડ 18 ગણો વધી ગયો હતો. તેનો યૂઝર્સ બેઝ હજુ નાનો છે, પરંતુ પ્રદર્શન વધવાા સાથે તેનામાં વૃદ્ધી જોઈ શકાય છે.