મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: ૨૦ ઓક્ટોમ્બરના રોજ નેપાળના દૈલેખ જીલ્લાની છીઉડીપુસાકોટ ગામની ૨૯ વર્ષીય જગતકુમારી આશારામ જૈસી શર્મા નામની યુવતી નોકરીની તલાશમાં અમદાવાદ પહોંચતા યુવતીની એકલતાનો લાભ લઈ કેટલાક અજાણ્યા શખ્શોએ અપહરણ કરતા યુવતી સમસમી ઉઠી હતી માનસિક રીતે હેરાનગતિ શરુ થતા યુવતી અપહરણકરો ની ચુંગાલ માંથી માંડ માંડ બચી નીકળી હતી અને અજાણ્યા દેશમાં અપહરણ થતા મહિલા માનસિક રીતે પડી ભાંગી હતી જમાલપુર મુસ્લિમ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં પહોંચી દરવાજો ખટખટાવતા આજુબાજુ થી લોકો દોડી આવ્યા હતા અને યુવતીની પૂછપરછ કરતા યુવતીએ સરનામું ભૂલી ગયું હોવાનું જણાવતા લોકોએ યુવતીને કાગડાપીઠ પોલીસસ્ટેશને સોંપી હતી.
 
કાગડાપીઠ પોલીસે યુવતીની પૂછપરછ હાથધરી હતી અને તેની પાસે રહેલી બેગની તલાસી લેતા બેગમાંથી નેપાળનો પાસપોર્ટ પણ મળી આવ્યો હતો પરંતુ યુવતીની માનસિક હાલત ખરાબ હોવાથી અપહરણથી ગભરાઈ ઉઠેલી યુવતી કંઈપણ બોલવા અસક્ષમ જણાતા કાગડાપીઠ પોલીસે ૧૮૧ અભયમ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ અમદાવાદ સારવાર અર્થે ખસેડતા મહિલાએ સિવિલ હોસ્પિટલમાં ધમાલ મચાવતા કાગડાપીઠ પોલીસે મહિલાને બાયડ ખાતે આવેલા જય અંબે મંદબુદ્ધિ  મહિલા સેવા ટ્રસ્ટ આશ્રમ ખાતે મોકલી આપી હતી.

અરવલ્લી જીલ્લાના બાયડ ખાતે આવેલ જય અંબે મંદબુદ્ધિ મહિલા સેવા ટ્રસ્ટ અનેક તરછોડાયેલી અને માનસિક રોગનો ભોગ બનેલી મહિલાઓ માટે આશીર્વાદ રૂપ બની રહ્યો છે નેપાળની યુવતીને  આશ્રમના સેવાભાવી લોકોએ  ઉંડાણપૂર્વક પૂછપરછ કરી અને આસપાના નેપાળી લોકોને બોલાવીને વધુ જાણકારી મેળવી હતી  અને યુવતીના પરિવારજનોની શોધખોળ માટે સોશયલ મીડિયાના માધ્યમનો સહારો લીધો હતો સોશ્યલ મીડિયાના માધ્યમ થકી પીડિતાના ભાઈનો સંપર્ક થતાં પરિજનોને પત્તો લાગતા યુવતી અંગે તેના પરિવારજનોને જાણકારી આપવામાં આવતા યુવતીનો ભાઈ આજે બાયડના જય અંબે આશ્રમ ખાતે બહેનને લેવા માટે આવી પહોંચ્યા હતા. જેથી પરિવારજનોમાં ખુશીની લાગણી પ્રસરી હતી, તો બહેન સાથે ભાઇનું મિલન કરાવી ટ્રસ્ટના લોકોએ સમાજ જીવન માટે શ્રષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.