મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતના જેવલિન કોચ ઉવે હોને નીરજ ચોપરાની કારકિર્દીને આકાર આપવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. જ્યારે તે હોન સાથે તાલીમ કરી રહ્યો હતો ત્યારે નીરજે ૨૦૧૮ની એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. શનિવારે ટોક્યોના ઓલિમ્પિક સ્ટેડિયમમાં હોનના શબ્દો સાચા પડ્યા હતા. નીરજે ખરેખર ઇતિહાસ રચ્યો હતો. તેણે તે કર્યું જે કોઈ ભારતીય ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લીટે ક્યારેય કર્યું ન હતું, ઓલિમ્પિકમાં મેડલ અને તે પણ ગોલ્ડ જીતવું!

નીરજ ચોપરાના હાલના કોચ ઉવે હોન જર્મનીનું પ્રતિનિધિત્વ કરનારા એથ્લેટિક્સ ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લીટ હતા. ઉવે હોન ૧૦૪.૮૦ મીટરના સર્વોચ્ચ જેવલિન થ્રો નો 'શાશ્વત વર્લ્ડ રેકોર્ડ' ધરાવે છે અને સાથે સાથે આ રમતના ઇતિહાસમાં ૧૦૦ મીટરના આંકડાને પાર કરનારો એકમાત્ર હરીફ છે. જોકે તેમણે જેવલિનની જૂની ડિઝાઇનથી આ સિદ્ધિ હાંસલ કરી હતી.

Advertisement


 

 

 

 

 

2016ની જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજે કહ્યું કે, "મેં ઓસ્ટ્રેલિયન કોચ ગેરી કેલ્વર્ટ સાથે કોચિંગ શરૂ કર્યું હતું અને ત્યાર બાદ મેં જુનિયર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. પછી મેં હોન સાથે કામ કરવાનું શરૂ કર્યું અને તેમની પાસેથી ઘણી નવી વસ્તુઓ શીખી. પછી મેં ડૉ. ક્લોઝ સાથે કામ કર્યું. આ એવા લોકો છે જેમને જેવલિનનો અનુભવ અને ઊંડી સમજ છે. તે મારા શરીરને સમજી ગયા અને તે મુજબ તાલીમ યોજના તૈયાર કરી.

ચોપરાએ 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ હોને કહ્યું હતું કે, "તેમણે કહ્યું હતું કે આ વાતની કોઈ સીમા નથી કે આ ભારતીય કેટલો દુર ભાલો ફેંકી શકે છે. નીરજે હજુ તે સ્થાન હાંસલ કર્યું નથી પરંતુ હું આશા રાખું છું કે બે વર્ષમાં તે એક જ સ્તરે પડકાર ફેંકી શકશે અને કેટલાક મેડલ જીતી શકશે." હોનના 100 મીટરના થ્રો પછી જેવલિન થ્રોમાં ફેરફારો કરાયા હતા. જેવલિનના સેન્ટર ઓફ ધ ગ્રેવિટિમાં ફેરફાર કરાયો હતો.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને અત્યાર સુધી મેડલ જીતવા વાળા વ્યક્તિઓ

૧. નીરજ ચોપડા - ગોલ્ડ મેડલ ( જેવલીન થ્રો )

૨. મીરાબાઈ ચાનુ - સિલ્વર મેડલ ( વેઇટલીફ્ટિંગ)

૩. રવી દહિયા - સિલ્વર મેડલ ( ફ્રીસ્ટાઈલ કુસ્તી )

૪. પી.વી.સિંધુ - બ્રેન્ઝ મેડલ ( બેડમિન્ટન)

૫. લવલીના - બ્રોન્ઝ મેડલ ( બોક્સિંગ)

૬. હોકી મેન્સ ટીમ - બ્રોન્ઝ મેડલ ( હોકી )

૭. બજરંગ પુનીયા - બ્રોન્ઝ મેડલ ( કુસ્તી )

ટોક્યો ઓલિમ્પિક મેડલ

૧. ચીન - ૩૮ ગોલ્ડ, ૩૧ સિલ્વર, ૧૮ બ્રોન્ઝ, કુલ ૮૭

૨. અમેરિકા - ૩૬ ગોલ્ડ, ૩૯ સિલ્વર, ૩૩ બ્રોન્ઝ, કુલ ૧૦૮

૩. જાપાન - ૨૭ ગોલ્ડ, ૧૨ સિલ્વર, ૧૭ બ્રોન્ઝ, કુલ ૫૬

૪. આરઓસી - ૨૦ ગોલ્ડ, ૨૬ સિલ્વર, ૨૩ બ્રોન્ઝ, કુલ ૬૯

૫. ગ્રેટ બ્રિટન - ૨૦ ગોલ્ડ, ૨૧ સિલ્વર, ૨૨ બ્રોન્ઝ, કુલ ૬૩

૬. ઓસ્ટ્રેલિયા - ૧૭ ગોલ્ડ, ૭ સિલ્વર, ૨૨ બ્રોન્ઝ, કુલ ૪૬

૭. જર્મની - ૧૦ ગોલ્ડ, ૧૧ સિલ્વર, ૧૬ બ્રોન્ઝ, કુલ ૩૭

૮. નેધરલેન્ડ - ૧૦ ગોલ્ડ, ૧૧ સિલ્વર, ૧૨ બ્રોન્ઝ, કુલ ૩૩

૯. ઈટાલી - ૧૦ ગોલ્ડ, ૧૦ સિલ્વર, ૧૯ બ્રોન્ઝ, કુલ ૩૯

૧૦. ફ્રાન્સ - ૯ ગોલ્ડ, ૧૨ સિલવર, ૧૧ બ્રોન્ઝ, કુલ ૩૨