મેરાન્યૂઝ નેટવર્ક.માલપુરઃ અરવલ્લીના માલપુર નજીક વાત્રક નદીનાં બ્રિજ પર મામેરું લઈ જતાં ટ્રેક્ટરને ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી. જેને કારણે ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસેલાં ૫ યુવકો ૫૦ ફૂટ ઊંચા પૂલ પરથી સીધા નીચે નદીમાં ખાબકી મોત નિપજતા મોડાસા ફાયર બ્રિગેડ, સ્થાનિક તરવૈયાઓએ અને  NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું એનડીઆરએફ ની ટીમ અકસ્માતમાં નદીમાં ડૂબી ગયેલા યુવકોના મૃતદેહ શોધી ઓપરેશન પૂરું કરવાની તૈયારીમાં હતી ત્યારે બીજીબાજુ જીતપુર ગામના એક વૃદ્ધ મહિલાએ જિંદગીથી કંટાળી વાત્રક નદીમાં જંપલાવતાં ભારે ચકચાર મચી હતી. લોકોએ બુમાબુમ કરતા એનડીઆરએફ ની ટીમે વૃધ્ધા પાણીમાં ડૂબે તે પહેલા બચાવી લીધા હતા.
  
પ્રાપ્ત માહિતી અનુસાર, માલપુર તાલુકાના જીતપુર ગામના વૃધ્ધ મહિલાએ અગમ્ય કારણોસર જિંદગીથી કંટાળી જતા મોતને વ્હાલું કરવા ઘરે થી નીકળી માલપુર નજીક પસાર થતી વાત્રક નદીમાં કૂદી પડતા અકસ્માત ની ઘટનામાં મૃત્યુ પામેલ મૃતદેહને શોધખોળ કરવા એનડીઆરએફ ના રેસ્ક્યુ ઓપરેશનને જોવા ટોળે વળેલા લોકોએ અચાનક વૃદ્ધ મહિલાએ નદીમાં ઝંપલાવતા બુમાબુમ કરતા નજીકમાં મૃતદેહ શોધતી એનડીઆરએફ ટીમ પહોંચી મહિલાને પાણીમાં ડૂબતી બચાવી લીધી હતી અને વૃદ્ધ મહિલાને આશ્વાસન આપ્યું હતું  અને પોલીસને જાણ કરતા પોલીસે વૃદ્ધ મહિલાના પરિવારજનોની શોધખોળ હાથધરી હતી.