મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાત એટીએસ દ્વારા ઓગસ્ટ ૨૦૧૮માં દેવભૂમિ દ્વારકામાં આંઠ જેટલા અપરાધીઓને પાંચ કિલો હેરોઇન ડ્રગ્સ સાથે પકડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓની પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે અપરાધમાં મુખ્ય આરોપી શાહીદ કાસિમ સુમરા છે જેને ગુજરાતમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓની પુછરછ, ડેટા એનાલીસીસ, સવેલન્સ તથા હ્યમુન ઈન્ટેલીજન્સ દ્વારા ગુપ્ત માહીતી મળી હતી જેના આધારે વોન્ટેડ આરોપી દિલ્લી આવ્યો હોવાની જાણ થતા એટીએસ ગુજરાતની ટીમે આરોપી શાહીદ કાસમ સમુરાને દિલ્લી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઝડપી પડ્યો હતો.

Advertisement


 

 

 

 

 

આ ગુનાની તપાસ દરમ્યાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ આરોપીઓ કાવતરુ કરી એકબીજાની મદદથી અગાઉ કુલ ૫૦૦ કિલો હેરોઇનનો જથ્થો પાકિસ્તાનથી વહાણમાાં લાવી ગુજરાતના જખૌના દરિયામાં સાત આઠ માઇલ અંદર દરિયામા વહાણની મદદથી અલગ અલગ સ્થળોએ ડીલીવરી મેળવી તેને નાની બોટમાં લાવી માંડાંવી રહેતા આરોપી રફીક આદમ સમુરા અને શાહીદ કાસમ સમુરાને આપ્યો હતો. ત્યાર બાદ ૩૦૦ કિલો હેરોઇનનો જથ્થો શાહીદ કાસમ સમુરા અને રફીક આદમ સમુરા તથા રાજુદુબઇએ પંજાબ મોકલ્યો હતો.

ત્યાર બાદ શાહીદ કાસમ સમુરાએ આશરે ૨૦૦ કિલો જેટલો હેરોઇનનો જથ્થો તેના સાગરિતો દ્વારા પંજાબના અમૃતસરમાં મોકલ્યો હતો. જેના અનુસંધાનમાં પંજાબ અમતૃસર એસ.ટી.એફ. દ્વારા બે અલગ-અલગ કેસમાાં ૧૮૮ કિલો અને ૫ કિલો હેરોઇનનો જથ્થો પકડીને NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ બન્ને કેસમાં પણ શાહીદ કાસમ સમુરાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

Advertisement


 

 

 

 

 

શાહીદ કાસમ સમુરા પોતાના માણસો દ્વારા પાકિસ્તાનથી હેરોઇનનો જથ્થો મંગાવીને પંજાબના મનજીતસીંગ બુટાસીંગ, રેશમસીંગ કરસનસીંગ અને પમુનત ભીમસેન
કજાલમે ડીલીવરી કરવાનો હતો. બાતમીના આધારે એપ્રીલ ૨૦૨૧માં એટીએસ ગુજરાત અને  ICGના સંયુક્ત ઓપરેશનમાાં શંકાસ્પદ બોટ નહુ આંતરી લેવામાં આવી હતી. આ બોટમાં રહેલા આઠ પહકસ્તાની ઇસમો તથા તેમના તાબામાં રહેલા ૩૦ કિલો જેટલો હેરોઇનનો જથ્થો જેની અંદાજીત કિંમત આશરે ૧૫૦ કરોડ છે અને આઠ પાહકસ્તાની નાગરિકોને નહુ બોટ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. જે ગુનાહમાં પણ શાહીદ કાસમ સમુરા વોન્ટેડ છે.

શાહીદ કાસમ સમુરાએ નાકોટીક્સની હેરાફેરીમાં મળેલા નાણાાંનો ઉપયોગ આતંકવાદી સંગઠનોને ફંડીંગ કરવા કર્યો હતો અને તે પોતે પણ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંકળાયેલો જોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. શાહીદ કાસમ સમુરા કુલ ૨૫૦૦ કરોડની કિંમતનું ૫૩૦ કિલો ડ્રગ્સની હેરાફેરીમાં અને ટેરર ફંડિંગ જેવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલો હોવાને કારણે બાતમીના આધારે આજે ગુજરાત એટીએસની ટીમ દ્વારા વોન્ટેડ આરોપીને દિલ્લી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પકડી લેવામાં આવ્યો હતો.

(અહેવાલ સહાભારઃ દેવલ જાદવ, અમદાવાદ)