મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં રિયા ચર્કવર્તી સહીત 33 આરોપીઓ સામે લગભગ 12000 પાનાની ચાર્જશીટ ફાઈલ કરાઈ છે. મામલામાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી એન્ટી ડ્રગ એજન્સી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ શુક્રવારે મુંબઈ સેશન્સ કોર્ટની ખાસ એનડીપીએસ કોર્ટમાં ગુના શાખા એમઝેડયુ-16-2020માં ચાર્જશીટ ફાઈલ કરી છે. જેની સામે ચાર્જશીટ દાખલ થઈ છે તેમાંથી 8 લોકો હજુ પણ જ્યુડિશ્યલ કસ્ટડીમાં છે, બાકી તમામને કોર્ટથી જામીન મળી ચુક્યા છે. એજન્સીએ કોર્ટમાં કહ્યું કે હજુ પણ ઘણા જાણ્યા અજાણ્યા લોકો સામે તપાસ ચાલી રહી છે.

ચાર્જશીટમાં એજન્સીએ શું કહ્યું

એનસીબીએ કહ્યું કે તપાસ દરમિયાન ઘણી રીતે નાર્કોટિક્સ ડ્રગ્સ અનેસાઈકોટ્રોપિંક સબ્સટેંસ, ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ અને ભારત સહિત ઘણા બીજા દેશોની કરન્સી જપ્ત કરાઈ હતી. મોબાઈલ ફોન્સ અને બીજા ગેજેટ્સ દ્વારા ડ્રગ્સના ખરીદી અને વેચાણ, ડ્રગ્સ રાખવા અને ઉપયોગ કરવા સાથે જોડાયેલી જાણકારીઓ કાઢવામાં આવી છે. જ્પતીમાં મળેલા ડ્રગ્સને કેમિકલ એક્ઝામિનેશન માટે મોકલાયું છે.


 

 

 

 

 

બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની લાશ ગત વર્ષે 14 જુનએ તેના મુંબઈ સ્થિત ઘરમાંથી મળી હતી. પહેલા તે આત્મહત્યાની વાતથી શરુ થયેલા કેસમાં આર્થિક ગુના અને ડ્રગ્સ એંગલ જોડાઈ ગયો હતો. સુશાંતની પાર્ટનર રહેલી અભિનેત્રી રિયા ચક્રવર્તી પર મામલામાં આર્થિક ગુના, ડ્રગ્સ સપ્લાય અને આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો લાગ્યો હતો. તે થોડા સમય સુધી જેલમાં સમય વિતાવી ચુકી છે. હાલ તો તે બહાર છે. કેસમાં તેના ભાઈ શૌવિક ચક્રવર્તીને પણ જેલમાં મોકલાયો હતો, બાદમાં તેને પણ જામીન મળી ગયા હતા.