મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલીવુડ અભિનેતા શાહરુખ ખાનના પુત્ર 23 વર્ષિય આર્યન ખાન તે આઠ લોકો પૈકીનો એક છે, જેને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ કાલે રાત્રે મુંબઈના તટ પર એક ક્રૂઝ જહાજ પરની એક પાર્ટીમાં કરાયેલી રેડ પછી પુછપરછ કરી હતી. પોતાના નિવેદનમાં એજન્સીની તરફથી પૃષ્ટી કરાઈ છે. આ આઠ લોકોમાં બે મહિલાઓ પણ શામેલ છે જેમની પુછપરછ કરાઈ છે.

આ આઠ લોકો છે- મુનમુન ધમેચા, નુપુર સારિકા, ઈસ્મીત સિંહ, મોહક જૈસવાલ, વિક્રાંત છોકર, ગોમિત ચોપરા, આર્યન ખાન, અરબાજ મર્ચંટ. એજન્સીનું કહેવું છે કે, આર્યન ખાન સહિત તમામ આઠેય સાથે પુછરપછ થઈ રહી છે. તેમના નિવેદનના આધારે આગામી કાર્યવાહી કરવામાં આવશે. સુત્રોએ કહ્યું કે એનસીબીની ટીમ યાત્રીકોના વેશમાં જહાજ પર સવાર થઈ હતી. એજન્સીએ કહ્યું કે એક્સ્ટસી, કોકેન, એમડી (મેફેડ્રોન) અને ચરસ જેવા ડ્રગ્સ જહાજ પર સવાર પાર્ટીમાંથી જપ્ત કરાયા હતા.

એજન્સીએ એવું પણ કહ્યું છે કે, ઓપરેશન દરમિયાન, બાતમી અનુસાર તમામ શંકાસ્પદોની જડતી લેવાઈ હતી. એમડીએમએ/ એક્સ્ટસી, કોકેન, એમડી જેવી વિવિધ દવાઓ અને ચરસ મળ્યું છે. બે મહિલાઓ સહિત કુલ આઠ લોકોને પકડી લેવાયા છે અને વસૂલીના સંબંધમાં તેમની ભૂમિકાની તપાસ કરાઈ રહી છે. જે લોકો પકડાયા તેમને મુંબઈ પાછા લવાયા છે તેમના અનુસાર જહાજના મુંબઈથી રવાના થવા અને સમુદ્રમાં હોવામાં અંદર પહોંચવા સાથે પાર્ટી શરૂ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે મુંબઈ એનસીબીએ ગત વર્ષે પણ નશીલા પદાર્થોના મામલામાં સક્રિય રુપે કામ કર્યું હતું. એક મોટા કેસમાં એક કથિત ડ્રગ્સ સિંડીકેટ પર ચાર્જશિટ દાખલ છે, જેમાં બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત સંબંધિત અભિનેત્રી રિયા ચક્રવર્તી સહિત 33 લોકોના નામ શામેલ છે.