મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ બોલીવુડના જણીતા એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) પોતાની ફિલ્મો અને એક્ટીંગના કારણે ખુબ ચર્ચાય છે. જોકે હાલમાં તેની સાથે જોડાયેલી એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. તેની પત્ની આલિયા સિદ્દીકી (Aaliya Siddiqui)એ તલાક માટેની કાયદેસરની નોટિસ મોકલીને ભરણ પોષણની માગણી કરી છે. આલિયા (અંજલી)ના વકીલ અભય સહાયે કહ્યું કે કોરોના વાયરસની મહામારી દરમિયાન સ્પીડ પોસ્ટની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે નવાઝુદ્દીનને આ નોટિસ ઈ-મેઈલ અને વોટ્સએપ દ્વારા 7 મે એ મોકલવામાં આવી હતી. તેમણે કહ્યું કે હજુ એક્ટર તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીના વકીલ સહાયએ સોમવારે ફોન પર પીટીઆઈ-ભાષાને કહ્યું કે, અમારી અસીલ શ્રીમતી સિદ્દીકીએ વોટ્સએપ દ્વારા નોટિસ મોકલી છે. જોકે નવાઝુદ્દીન તરફથી હજુ કોઈ જવાબ મળ્યો નથી. નોટિસમાં ભરણ પોષણ અને ડિવોર્સની માગ કરાઈ છે. સહાયે કહ્યું કે તે તલાકના નોટસ પર વધુ કાંઈ કહી શકે તેમ નથી પરંતુ અભિનેતા અને તેમના પરિવાર પર ગંભીર આરોપ લગાવાયા છે. આપને જણાવી દઈએ કે નવાઝુદ્દીન અને આલિયાના નિકાહ 2009માં થયા હતા અને તેમને બે બાળકો છે. તે પહેલા નવાઝુદ્દીનના નિકાહ શીબા સાથે થયા હતા અને તે વૈવાહીક સંબંધ વધુ સમય સુધી ચાલ્યો હતો.

45 વર્ષિય એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી હાલ પોતાના પિરવાર સાથે મુંબઈથી 12 મેએ ઉત્તર પ્રદેશના બુઢાનામાં જતો રહ્યો છે. મુઝફ્ફરનગરના પોલીસ અધિક્ષક (ગ્રામ્ય) નેપાલ સિંહે કહ્યું કે, સિદ્દીકી મહારાષ્ટ્રના અધિકારીઓથી જરૂરી પરવાનગીઓ લઈને પરિવાર સાથે શનિવારે પોતાના મૂળ નિવાસ સ્થાને પહોંચ્યા છે. અભિનેતા અને તેમના પરિવારની કોવીડ 19ને લઈને તપાસ કરાઈ હતી રિપોર્ટ નેગેટિવ આવી હતી. સાથે જ નવાઝુદ્દીન ગત દિવસોમાં સોશ્યલ મીડિયામાં કહ્યું હતું કે, હાલમાં જ મારી બહેનના મૃત્યુ થવાને કારણે, મારી 71 વર્ષિય માતાને બંને વાર બેચૈનીનો હુમલો થયો હતો. અમે રાજ્ય સરકાર દ્વારા નક્કી તમામ દિશા નિર્દોશોનું પાલન કર્યું છે અમે પોતાના ગુરુનગર બુઢાનામાં પૃથકવાસમાં છીએ, કૃપા કરીને આપ પણ ઘરમાં રહો સુરક્ષિત રહો.