મેરાન્યૂઝ નેટવર્ક.ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ પીએમ અને હમણા કરપ્શનના ચાર્જિસનો સામનો કરી રહેલા નવાઝ શરીફએ સ્વિકાર કરી લીધો છે કે મુંબઈ એટેકમાં પાકિસ્તાની આતંકીઓનો જ હાથ હતો. શરીફની આ સ્વીકારોક્તિએ પાકિસ્તાનના હંમેશાના તે દાવાને ખત્મ કરી દીધો છે જેમાં તે આતંકીઓને મોટા કરવાના આરોપોથી પોતાનું મોંઢું છુપાવતા હતા. શરીફે એક ઈન્ટરવ્યૂમાં સ્વીકાર કર્યું કે તેમના દેશમાં આતંકી સંગઠન સક્રિય છે.

નવાઝ શરીફએ મુંબઈ હુમલાની પાકિસ્તાનમાં અટકી પડેલી સુનાવણી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. શુક્રવારે તે મુલ્તાનમાં રેલી પહેલા દ ડોનને આપેલા ઈન્ટરવ્યૂમાં શરીફે કહ્યું કે, આપ એક દેશને ચલાવી નથી શકતા જ્યારે ત્રણ સમાંતર સરકાર ચાલતી હોય. તે રોકવું પડશે. ફક્ત એક જ સરકાર હોઈ શકે છે, જે સંવૈધાનીક પ્રક્રિયાથી ચૂંટવામાં આવે છે.

શરીફે આગળ કહ્યું કે, આતંકી સંગઠન સક્રિય છે, શું આપણે તેમને સીમા પાર કરી અને મુંબઈમાં 150 લોકોની હત્યા કરવાની પરવાનગી આપવી જોઈએ? મને કહો... આપણે સુનાવણી કેમ પુરી કરી નહીં?

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન આ વાતથી હંમેશા ઈનકાર કરતું આવ્યું છે કે 2008ના મુંબઈ હુમલામાં તેમની કોઈ ભૂમિકા છે.