મેરાન્યૂઝ નેટવર્ક.નવસારીઃ નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં પોલીસની હાજરી હોવા છત્તાં બે શકમંદ આરોપીઓએ ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના વહેલી સવારે 5 વાગ્યાથી 8 વાગ્યા સુધીના અરસામાં બની હતી. જેને કારણે સવાલ ઊભો થયો છે કે 5થી 8 સુધી આરોપીઓ શું કરે છે તેના પર ધ્યાન અપાયું ન્હોતું? આ બંને આરોપીઓને લોકઅપમાં નહીં પરંતુ પ્રાઈવેટ રૂમમાં રાખ્યા હોવાની ચર્ચાો થઈ રહી છે.
નવસારીના ચીખલી પોલીસ મથકમાં ચોરીના ગુનામાં શંકા હોઈ બે શકમંદોને ગઈકાલે જ અહીં લાવ્યા હતા, તેઓએ ફાંસો ખાઈ લેતા ઉહાપોહ મચી ગયો છે. જેને કારણે હવે પોલીસની કામગીરી જ શંકાના દાયરામાં આવી ગઈ છે. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક અને ડે. કલેક્ટર પણ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા.