ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): નેચરલ ગેસ બજારનો આંતરપ્રવાહ મજબૂત છે અને વર્ષાન્ત સુધી આ જ પ્રકારનો રહેવાની શક્યતા છે. અમેરિકન હવામાન ભાવને ટેકા રૂપ રહેશે. છેલ્લા કેટલાંક વર્ષથી શિયાળો વધુ ઠંડો રહેવા લાગ્યો છે અને હવે ઉનાળાનું પણ આવુજ વધુ પડતું ગરમ હવામાન રહેશે. વધુ સેન્ટીગ્રેડનો ઉનાળો એરકન્ડિશનરની ઉપયોગિતા વધારશે, જે ગેસ ફાયર જનરેશન માટે નેચરલ ગેસની માંગમાં વધારો કરશે. ૩ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ ભાવ હવે પછીના સપ્તાહોમાં રેફરન્સ રેટ બની જવાનો, તમે પ્રત્યાઘાતી ઘટાડામાં પણ ભાવ આની આસપાસ જોઈ શકશો.

અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસટ્રેશનનું માનવું છે કે નેચરલ ગેસનો વપરાશ ૨૦૨૦ કરતાં ૭ ટકા ઘટશે. આનું એક કારણ નેચરલ ગેસના ભાવ ઊંચા રહેવાથી કોલસા આધારીત વીજળી ઉપાર્જનને પ્રોત્સાહન મળશે. એનાલિસ્ટઓ કહે છે કે મધ્યમગાળામાં નેચરલ ગેસના ભાવ આ સપાટી આસપાસ રહેશે અને વાર્ષિક સરેરાશ પણ ૩ ડોલર આસપાસ જ આવવાની શક્યતા છે.

મધ્યમગાળામાં હવામાનમાં આવતા બદલાવ ગેસ માંગને ટેકો આપશે. એ સાથે જ કોલસાનો ઉપયોગ પણ ઘટશે, પણ આ બધાનો અમલ થતાં વાર લાગશે. અમેરિકન ઇઆઈએ એજન્સી ગુરુવારે કહ્યું કે ૨૮ મે એ પૂરા થયેલા સપ્તાહમાં નેચરલ ગેસની સપ્લાય વધીને ૯૮ અબજ ક્યુબિક ફૂટ થઈ હતી. એનાલિસ્ટોની આ સપ્લાય સરેરાશ ૧૧૮ અબજ ક્યુબિક ફૂટની મૂકી હતી.

Advertisement


 

 

 

 

 

કૂલ સ્ટોક ગતવર્ષની તુલનાએ, ૩૮૬ અબજ ક્યુબિક ફૂટ અને પાંચ વર્ષની સરેરાશ ૬૧ અબજ ક્યુબિક ફૂટથી ઘટીને હવે કૂલ ૨.૩૧૩ ટ્રિલિયન ક્યુબિક ફૂટ રહ્યો છે. નાયમેક્સ હેન્રીહબ ડિલીવરી  નાયમેક્સ નેચરલ ગેસ જુલાઇ વાયદો શુક્રવારે ૩.૦૭૫ બોલાયો હતો, ઇઆઈએના ડેટા રિલિજ થયા અગાઉ વાયદો ૩.૦૪૬ ડોલર હતો.    

બેસપોક વેધર એજન્સી મુજબ અત્યાર સુધીનું હવામાન આગાહીઓ મોટેભાગે સ્થિર અને હુંફાળું રહેવાની હતી. નેટ ગેસ વેધરનો વરતારો ૫થી ૧૨ જૂન સહિત આગામી ૧૫ દિવસ માટે ઘણો ગરમ રહેવાનો છે. અલબત્ત, ૧૩થી ૧૭ જૂન સુધીના હવામાન ડેટા પર ખાસ ધ્યાન રાખવાનું રહેશે, કારણ કે આગાળામાં ઘણી ઉથલપાથલ સંભવિત છે। જે ભાવને હિલોળે ચઢાવી શકે છે. જો કે નિશ્ચિતપણે ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૧ની વર્તમાન મોસમ તેની ચરમસીમાએ હશે, ત્યારે આગામી સપ્તાહોમાં નેચરલ ગેસ એ તેજીવાળાનો જિગરી દોસ્ત બની રહેવાનો.  

વર્તમાન સપ્તાહે નેચરલ ગેસ વાયદો ગેપથી વધીને ૩.૦૩૨ ડોલર ખૂલ્યો હતો અને ૧ જૂને  ૩.૧૪૯ ડોલરની ઊંચાઈ પ્રાપ્ત કરી હતી, જે સાડા ત્રણ મહિનાની નવી ઊંચાઈ હતી. નેચરલ ગેસમાં તેજીની સેન્ટિમેન્ટલ સાયકલ શરૂ થયાના આ પુરાવા છે. શક્ય છે કે મોટા તેજીવાળા જેમને તેજીના મોટા સોદા કરવામાં ઘણો રસ હોય છે, તેમના માટે ૩ ડોલરના આ તાર્કિક સપોર્ટ પર એન્ટ્રી લેવાનું પ્રોત્સાહક કારણ બની રહે. 

Advertisement


 

 

 

 

 

સામાન્ય રીતે માંગ અને પુરવઠો નેચરલ ગેસના ભાવને દિશા-નિર્દેશ આપતા હોય છે. પણ બાકર હ્યુજીસ જે નેચરલ ગેસની રીગ કાઉન્ટના આંકડા રજૂ કરે છે તેણે ગત શુક્રવારે કહ્યું હતું કે ૨૮ મેએ પૂરા થયેલા સપ્તાહમાં અમેરિકન નેચરલ ગેસ ડ્રિલિંગ રીગની સંખ્યા ૧ ઘટીને ૯૮ થઈ હતી, જે જુલાઇ ૨૦૨૦માં ઘટીને ૬૮ સુધી નીચે પહોંચી ગઈ હતી તેના કરતાં ક્યાંય વધુ છે.   

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)