ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ભારતમાં જે રીતે કોરોના મહામારી પ્રસરી રહી છે એ જોતાં, આગામી મહિનાઓમાં નેચરલ ગેસ માંગ ૨૫થી ૩૦ ટકા ઘટવાનું અનુમાન છે. ટ્રેડરો અને શિપિંગ એજન્ટો કહે છે કે કોરોના મહામારીનું પ્રસરણ વ્યાપક વેગથી વધી રહ્યું હોવાથી માંગમાં તીવ્ર ઘટાડાની શક્યતા વચ્ચે, ભારત માટે રવાના થયેલા નેચરલ ગેસ કાર્ગો અન્યત્ર વાળી દેવામાં આવ્યા છે.

ઇબીડબલ્યુ એનાલિટીક્સ ગ્રુપ કહે છે કે છેલ્લા એકાદ મહિનાથી નેચરલ ગેસમાં ચાલી રહેલી તેજી જો રેસિસ્ટન્સ પાર કરી જશે તો આ તેજી વધુ બળકટ પુરવાર થશે. આર્ગસ એનાલીસટીક્સ, ચીનની એનર્જી એજન્સી પેટ્રોચાઈના એન્ડ સીનોપસીસને ટાંકીને કહે છે કે ચીનની આ વર્ષની નેચરલ ગેસ માંગ ૧૦ ટકા વધવાનું અનુમાન છે.

ચીનના અધિકારીઓ કહે છે કે આ વર્ષે અમારી નેચરલ ગેસ માંગ ૩૫૦થી ૩૫૬ અબજ ક્યુબિક મિટરને વટાવી જશે, સિંગાપુરની માંગ પણ સમાંતર દરથી વધશે. ૨૦૨૦માં ચીનની માંગ ૩૨૬.૨ અબજ ક્યુબિક મીટર હતી. મહત્તમ નવી માંગ વીજળી કારખાના અને ઔધ્યોગિક સેકટરમાંથી આવવાની શક્યતા છે.  
 
એપ્રિલના આરંભથી આ મહિના સુધી નેચરલ ગેસની માંગ પુરવઠા સ્થિતિ વધુ ટાઈટ થઈ જતાં વાયદો મજબૂત થયો હતો. અન્ય ટેકારૂપ ફંડામેન્ટલ્સ હજુ પણ અસ્તિત્વમાં છે, જેમકે ધરખમ અમેરિકન નિકાસ અને હવામાન પ્રેરિત મજબૂત માંગ યથાવત છે. નેચરલ ગેસ ઇન્ટેલિજન્સના ડેટા કહે છે કે લિકવીફાઇડ નેચરલ ગેસમાં કામકાજ વિક્રમ ઊંચાઈ નજીક ૧૧ અબજ ક્યુબિક ફૂટ પહોંચી ગયું છે.

નાયમેક્સ જૂન નેચરલ ગેસ વાયદો મંગળવારથી ધીમીગતી આગળ વધીને એક તબક્કે ૩ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટની ટેકનિકલ રેસિસ્ટન્સ ઊંચાઈએ પહોંચી, ગુરુવારે ૨.૯૫૨ ડોલર અને જુલાઇ વાયદો ૨.૯૯૫ ડોલર મુકાયો હતો. ઉનાળો તેના સામાન્ય સ્વરૂપ કરતાં વધુ ગરમ થઈ રહ્યાના સંકેત મળી રહ્યા છે, ત્યારે ભાવે પણ તેને અનુરૂપ વલણ દાખવ્યું છે.

એનાલિસ્ટો કહે છે કે અમે વાયદામાં મંદીનો ખેલો કરવાનું નથી વિચારતા અમે પરિસ્થતિ પર બરાબર ધ્યાન રાખીને બેઠા છીએ. ફન્ડામેનટલ ટેકાથી આગાળ વધી રહેલી આ તેજી દૂર ઉનાળુ અને નજીકના શિયાળુ વાયદા બન્નેએ સમાંતર તેજી જાળવી રાખી છે. ટૂંકાગાળામાં આ સ્થિતિ જળવાઈ રહેશે, એવી ધારણા એનાલિસ્ટો વ્યક્ત કરી રહ્યા છે. અલબત્ત, તમે જુઓ કે વાયદામાં ઊડાઊડ તેજી પણ નથી અને ઘટાડો મર્યાદિત બની રેન્જબાઉન્ડ ભાવથી જ સોદા પડી રહ્યા છે. જૂન વાયદા માટે ટૂંકાગાળાનો આ જ સીનારિયો રહેવાનો છે.

બેસપોક વેધર સર્વિસિસ પોતાના આકલનમાં કહે છે કે હીટિંગ ડિગ્રી દિવસો અને કુલિંગ ડિગ્રી દિવસોના સંયોજનથી દર સાપ્તાહાંતે હવામાંની ધારણા પર આધારીત મહત્તમ માંગનું વલણ જોવા મળી રહ્યું છે. તેઓ કહે છે કે અર્ધ મેનના અંત સુધી ગરમ હવામાંની આ પેટર્ન ભાવ પર પ્રભુત્વ જાળવી રાખશે. જો કે ઘણા અમેરિકન વિસ્તારમાં અર્થસભર કુલિંગ માંગ પણ જોવાઈ રહી છે.

હવે પછી ભાવનું વલણ કેવું રહેશે, તેનો કાચો અંદાજ, ગુરુવારે મોડી સાંજે રજૂ થનારા અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિશટ્રેશનનો સાપ્તાહિક ગેસ સ્ટોરેજનો અહેવાલ આપશે. એનાલિસ્ટ માને છે કે આ સાપ્તાહિક અહેવાલમાં સ્ટોકમાં મોટો વધારો સંભવિત છે. શક્ય છે કે ઇન્જેકશન અહેવાલ ફરીથી ઐતિહાસિક નિયમ પ્રમાણેના સાબિત થશે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.