મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ છેલ્લા એક વર્ષ કરતાં લાંબા સમય સુધીથી દેશમાં કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે. આ દરમિયાનમાં અન્ય દેશોની સ્થિતિ અને આ રોગની ગંભરતાની સમજ પણ મહદંશે મળતી હતી. જોકે હાલમાં તેમ છત્તાં ઓક્સીજન સપ્લાય, કેટલીક દવાઓ, ઈન્જેક્શન્સ અને હોસ્પિટલમાં જગ્યા માટે ઠેરઠેરથી લોકો બુમો પાડી રહ્યા છે. એટલે સુધી કે હાલમાં ઘણી સંસ્થાઓ દ્વારા પોતાની જગ્યાઓમાં કોવીડ સેન્ટર ઊભા કરવાની તૈયારીઓ બતાવવી પડી ત્યારે જઈને તાત્કાલીક ધોરણે આમ કરવામાં આવ્યું. પહેલાથી જ સરકાર પાસે કેવી તૈયારીઓ હતી તેનો સવાલ દેશની મોટાભાગની જનતા કરી રહી છે ત્યારે આ જ સવાલ સુપ્રીમ કોર્ટે પણ કર્યો છે.

કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે અને પુછ્યું છે કે કોરોનામાંથી દેશને બહાર કાઢવા શું નેશનલ પ્લાન છે. કોર્ટે હરિશ સાલ્વેની આમિક્સ ક્યૂરી (ન્યાય મિત્ર) તરીકે નિમણૂંક પણ કરી છે. કોર્ટે ઓક્સિજન સપ્લાય, દવાઓ, વેક્સીનેશન પ્રોગ્રામ અને લોકડાઉન કરવાના અધિકાર માત્ર રાજ્યને જ હોય, કોર્ટને નહીં. તેવા ઘણા સવાલો પર કેન્દ્ર પાસે જવાબ માગ્યો છે અને આગામી સુનાવણી શુક્રવારે હાથ ધરવાનું નક્કી કર્યું છે.

સુપ્રીમે પછ્યું છે કે સરકાર કોરોના સાથે લડવા માટે તમારી શું તૈયારીઓ છે. ગુરુવારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રિમ કોર્ટને કહ્યું કે દેશને ઓક્સીજનની સખ્ત જરૂર છે. દેશના કોઈ ભાગોમાં ઓક્સીજન સપ્લાય નહીં થવાથી ઘણા પ્રોબલેમ્સ આવી રહ્યા છે. ઓક્સીજન નહીં મળતાં દર્દીઓની તકલીફ વધી રહી છે. બાકી કોર્ટ આ મામલામાં સુનાવણી શુક્રવારે કરશે. ચીફ જસ્ટીસ એસ એ બોબડે, જસ્ટીસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટીસ એસ રવિન્દ્ર ભટ્ટની પીઠ આ મામલે સુનાવણી કરશે. 

આપને અહીં જણાવી દઈએ કે હાલ દેશમાં છ અલગ અલગ હાઈકોર્ટ કોવિડ વ્યવસ્થા સાથે જોડાયેલા મામલાઓ પર નજર બનાવી બેઠી છે દિલ્હી, બોમ્બે, સિક્કિમ, એમપી, કોલકત્તા અને અલ્હાબાદ હાઈકોર્ટ તેની સુનાવણી કરી રહી છે. તેવામાં સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આ મામલા પર છ અલગ અલગ ઉચ્ચ ન્યાયાલયના આદેશો ભ્રમ પેદા કરી રહ્યા છે. તેમના આદેશોની ન્યાયિક શક્તિની તપાસ કરવાની પણ જરૂર છે. આપને એ પણ જણાવી દઈએ કે, અલ્હાબાદ હાઈકોર્ટએ ઉત્તર પ્રદેશમાં વધતા સંક્રમણને જોતા 19 એપ્રિલે રાજ્યના 5 શહેર (લખનઉ, કાનપુર, વારાણસી, પ્રયાગરાજ અને ગોરખપુર)માં 26 એપ્રિલ સુધીનું લોકડાઉ જાહેર કરવાનો આદેશ કર્યો હતો. પ્રદેશ સરકારે કોર્ટના આ આદેશને સુપ્રીમમાં પડકાર્યો છે. સાથે જ રાજ્ય સરકારે કહ્યું છે કે તે હાઈકોર્ટને સૂચિત કરશે કે તેમણે કોરોના સંક્રમણ રોકવા માટે કયા કયા ઉપાય કર્યા છે.