જય અમીન (મેરાન્યૂઝ. અરવલ્લી)  : ગુજરાતમાં પાઠ્યપુસ્તકોમાં ઘણીવખત પ્રિન્ટિંગમાં ભૂલો થતી હોય છે. ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં ઈતિહાસ અને ફોટા પણ બદલાઈ ગયા હોવાના અનેક છબરડા બહાર આવતા હોય છે. ત્યારે રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલીત આંગણવાડીના પુસ્તકમાં ગંભીર ભુલ હોવાનું બહાર આવ્યું છે. રમત-ગમત ભાગ-૧ ના પુસ્તકમાં રાષ્ટ્ર ધ્વજને ડાબા હાથે સલામી આપતા જવાનનું ચીત્ર છાપવવામાં આવ્યું છે. જાગૃત વાલીઓ આંગણવાડી પાઠ્યપુસ્તકમાં થયેલા છબરડા સામે આક્રોશ વ્યક્ત કરવાની સાથે બાળકના જીવન શીક્ષણની શરૂઆતમાં જ ભૂલ ભરેલું પુસ્તક થી ખોટી અસર પડી શકે તેમ હોવાથી પુસ્તકમાં રહેલી ભૂલ સુધારવામાં આવેની લોક માંગ પ્રબળ બની છે. 

ગુજરાત સરકાર સંકલીત બાળ વિકાસ સેવા યોજના મહીલા અને બાળ વિકાસ વિભાગ સંચાલીત આંગણવાડીના પાઠ્યપુસ્તકમાં ભારે છબરડો થયો હોવાનું બહાર આવતા ભારે ચકચાર મચી છે. જેમાં રમત-ગમત ભાગ-૧ રંગપૂર્તિ ના પુસ્તકના ૨૮ માં પાના પર રાષ્ટ્ર ધ્વજને ડાબા હાથે સલામી આપતા જવાનનું ચીત્ર છાપી ગંભીર ભૂલ સાથે રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું હોવાનું વાલીઓ અહેસાસ કરી રહ્યા છે. આંગણવાડી વિભાગના જવાબદાર અધિકારીઓને આ ગંભીર ભૂલ સામે કેમ ધ્યાન નહીં ગયું હોય બાળકોને શીક્ષણ જીવનના શરૂઆતમાં જ ખોટી રીતે રાષ્ટ્રધ્વજને સલામી આપવાનું માનસપટ પર અસર કરી શકે છે. 

જાગૃત વાલીઓના જણાવ્યા અનુસાર આંગણવાડી વિભાગ દ્વારા ગંભીર છબરડો ધરાવતા રાષ્ટ્રધ્વજનું અપમાન કરતુ પુસ્તક પરત ખેંચ લઇ ભૂલ સુધારી નવા પુસ્તક આપવામાં આવે તે ખુબ જરૂરી છે.