મેરાન્યૂઝ નેટવર્ક.નર્મદાઃ ચૂંટણી અને રમતમાં હાર અને જીત હંમેશા થતી હોય છે, ક્યારેક આ જીત ન મળી તો ઘણાઓએ હારનો સ્વિકાર હસ્તા મોઢે કર્યો છે તો ઘણાને હારનો આઘાત લાગતો હોય છે. નર્મદાના નાંદોદ તાલુકાના ચિત્રાવાડી ગામમાં પંચાયતની ચૂંટણીમાં આવું જ કાંઈક થયું છે. જેમાં એક સરપંચ પદના ઉમેદવાર દસ મતથી હારી ગયા અને જેને કારણે તેમની પત્નીની તબીયત લથડી ગઈ હતી અને તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા પડ્યા હતા.
Advertisement
 
 
 
 
 
નર્મદા જિલ્લામાં 184 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 3 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીના પરિણામો ધીરે ધીરે જાહેર થઈ રહ્યા છે. જેમાં ક્યાંક જીતના નગારા વાગી રહ્યા છે તો ક્યાંક હારનો શોક મનાવાતો હોય તેવો માહોલ બની ગયો છે. તેવી જ રીતે નાંદોદના ચિત્રાવાડી ગામમાં સરપંચ પદના ઉમેદવાર વાસુ વસાવા આજે 10 મતથી હારી જતાં તેમના પત્નીની હાલત લથડી પડી હતી. તેમને બેસુદ અવસ્થામાં ઉંચા કરી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.